સામાજિક સમસ્યા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
link
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''સામાજિક સમસ્યા''' એક એક એવી [[સામાજિક|સામાજિક પરિસ્થિતિ]] છે કે જે [[સમૂહ]] અથવા [[સમાજ]]<nowiki>ની</nowiki> નોંધપાત્ર જનસંખ્યાને અસરકર્તા હોય છે, જેમાં તેમના મહત્ત્વના એક કે તેથી વધુ સામાજિક મૂલ્યો કે [[સામાજિક ધોરણો|ધોરણો]]નો ભંગ કે અનાદર થાય છે અથવા તેમનું અસ્તિત્વ જોખમાય કે તેમ થવાનો ગંભીર ભય ઊભો થાય છે. ઉદાહરણ તરીકે ગુનાખોરી, બેરોજગારી, નશાખોરી, અસ્પૃશ્યતા, વસ્તીવધારો, બાળ અપરાધ, [[આત્મહત્યા]], વેશ્યાવ્યવસાય, કેમવાદ, ભાષાવાદ, શિક્ષણનને લગતી સમસ્યાઓ, સ્ત્રીજીવનને લગતી સમસ્યાઓ, પ્રદુષણ વગેરે સામાજિક સમસ્યાઓ છે.<ref name=જોષી૨૦૧૬>{{cite book|last=જોષી|first=વિદ્યુતભાઈ|title=પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર |year=૨૦૧૬|edition=દ્વિતીય|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|publication-place=અમદાવાદ|page=૧૯૦|isbn=978-93-85344-46-6}}</ref><ref name="પટેલ૨૦૦૮">{{cite encyclopedia|last=પટેલ|first=હસમુખ હ.|title=સામાજિક સમસ્યા|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|date=જાન્યુઆરી ૨૦૦૮|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|edition=પ્રથમ|volume=ખંડ ૨૩ (સા – સૈ)|publication-location=અમદાવાદ|pages=૧૦૮–૧૦૯|oclc=552369153}}</ref>
 
સામાજિક સમસ્યા એ સમાજના સભ્યો માટે સર્જાતી એક અનિચ્છનીય સ્થિતિ છે, જેને સુધારી શકાય છે એવું સમાજના સભ્યો માનતા હોય છે. સામાજિક સમસ્યાઓને લીધે [[સામાજિક સંબંધો]] તથા કાર્યોમાં વિક્ષેપ પડે છે અથવા પડવાનો ભય ઊભો થાય છે, તેથી સંબંધિત લોકોને આ પરિસ્થિતિ અનિચ્છનીય અને નુકસાનકારક લાગે છે, આવી પરિસ્થિતિનો ભોગ બનેલ વ્યક્તિઓ તેનું નિવારણ થઈ શકે તેમ છે એવું માનતા હોય છે, અને નિવારણ માટે સામૂહિક રીતે કોઈક ને કોઈક અસરકારક પગલાં ભરવાં જોઈએ એવી ઓછેવત્તે અંશે તીવ્ર લાગણી તેમનામાં ફેલાય છે અને એ માટે તેઓ સક્રિય બને છે.<ref name=જોષી૨૦૧૬/>