અરુણા આસફ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૪:
===ભારત છોડો આંદોલન===
૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ભારત છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બ્રિટીશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ મોટા નેતાઓની ધરપકડ કરી આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. મોટા નેતાઓની ગેરહાજરીમાં ૯ ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરુણા આસફ અલીએ ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસ પક્ષનો ઝંડો લહેરાવ્યો અને આંદોલનની વિધિવત શરૂઆત કરી. પ્રત્યક્ષ નેતૃત્ત્વના અભાવ છતાં ભારતીય યુવાઓની આઝાદી મેળવવાની અદમ્ય ઇચ્છાની અભિવ્યક્તિના રૂપમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયાં. અરુણાના નામના ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યા પરંતુ ધરપકડથી બચવા તેઓ ભૂગર્ભવાસમાં ચાલ્યા ગયા અને ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી અને આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.
 
===મેયર તથા પ્રકાશક===
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સમાજવાદ તરફ ઝુકાવ ધરવતા કાર્યકર્તા તરીકે તેઓ ''કોંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટી''ના સભ્ય હતા. સમાજવાદ પરત્ત્વે કોંગ્રેસ પક્ષની પ્રગતિથી મોહભંગ પામીને તેઓ ૧૯૪૮માં ''સમાજવાદી પક્ષ'' સાથે જોડાયા. બાદમાં ૧૯૫૦માં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના સભ્ય બન્યા. ૧૯૫૪માં તેમણે સીપીઆઇની મહિલા પાંખના ''નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન'' બનાવવામાં મદદ કરી પરંતુ ૧૯૫૬માં નિકિતા કુશ્ચેવ સ્ટાલીનથી વિમુખ થતાં તેમણે પણ આ પક્ષ છોડી દીધો. ૧૯૫૮માં તેઓ દિલ્હીના મેયર બન્યા. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ અને વિકાસ માટે કૃષ્ણ મેનન, વિમલા કપૂર, ગુરુ રાધા કિશન, પ્રેમસાગર ગુપ્તા, સરલા શર્મા, સુભદ્રા જોશી જેવા સમકાલીન સામાજીક અને ધર્મનિરપેક્ષ કાર્યકર્તાઓ સાથે નિકટતાથી જોડાયેલાં રહ્યાં.
 
તેમણે નારાયણન સાથે મળીને ''લિંક પબ્લીકેશન''ની શરૂઆત કરી તથા તે જ વર્ષે દૈનિક સમાચારપત્ર ''પેટ્રીઓટ'' અને સાપ્તાહિક ''લિંક''નું પ્રકાશન કાર્ય શરૂ કર્યું. [[જવાહરલાલ નહેરુ]], કૃષ્ણ મેનન તથા બીજુ પટનાયક જેવા નેતાઓના સંરક્ષણને પરિણામે પ્રકાશન પ્રતિષ્ઠિત બનતું રહ્યું. બાદમાં આંતરિક રાજનીતિને કારણે તેઓ પ્રકાશનથી અલગ થઈ ગયાં. ૧૯૬૪માં તેઓ ફરીથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]માં જોડાઇ ગયા પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહ્યા.
 
૨૯ જુલાઇ ૧૯૯૬ના રોજ ૮૭ વર્ષની ઉંમરે દિલ્હી ખાતે તેમનું અવસાન થયું.<ref>{{cite news |last=Singh |first=Kuldip |date=31 July 1996 |title=Obituary: Aruna Asaf Ali |url=https://www.independent.co.uk/news/people/obituary-aruna-asaf-ali-1331351.html |newspaper=The Independent |access-date=21 August 2015 }}</ref>
 
==સંદર્ભ==