યુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{સંદર્ભ આપો}} ટેગ લગાવી...
Fixed grammar
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર iOS app edit
લીટી ૨૪:
#ભૌત્ય
 
કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, કૃતયુગસતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા.
 
{{સ્ટબ}}
"https://gu.wikipedia.org/wiki/યુગ" થી મેળવેલ