લોકનૃત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૩:
* મેરનૃત્‍ય: મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્‍યમાં આગવું સ્‍વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્‍ન ગંભીર છટા ઊભી કરે છે.
 
* સીદીઓનું ધમાલ નૃત્‍ય: મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે. મશીરા (નાળિયેરના કોચલામાં કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધી)તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછ નું ઝૂંડ અને નાના-નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું નૃત્ય છે. હો-હોના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં અને તેમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓ ના અવાજ ની નકલ કરતાં સમૂહમાં નૃત્ય કરે છે.
* સીદીઓનું ધમાલ નૃત્‍ય: જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને (નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ઘ ખખડાવે છે. મોરપીચ્‍છનો ઝુડો ફેરવતો જાય છે.
 
* મેરાયો: આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્‍ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્‍થળે પહોંચે છે. પછી ખુલ્‍લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. ત્‍યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.