બાલમુકુન્દ દવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બાહ્યકડીની વાક્યરચના સરખી કરી.
નાનું http->https
લીટી ૫:
'''પરિક્રમા (૧૯૫૫) :''' બાલમુકુન્દ દવેનો, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓનો સંગ્રહ. ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે, ગેયરચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે. વિષયવૈવિધ્યની દ્રષ્ટિએ ‘હડદોલા’, ‘બંદો અને રાણી’, ‘નેડો’, ‘હિના’, ‘ભીના વાયરા’ જેવાં ઉલ્લાસમય પ્રણયગીતો છે; ‘સંચાર’, ‘હોડી’, ‘શમણાંનો સથવારો’, ‘એકલપંથી’ જેવી અધ્યાત્મભાવની રચનાઓ છે; તો ‘સુરગંગાનો દીવડો’, ‘ઝાકળની પિછોડી’ જેવાં આસ્વાદ્ય ભજનો છે. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’, ‘ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા’ , ‘સાબરમાં ઘોડાપૂર જોઈને’, ‘પરોઢ’ વગેરે પ્રકૃતિદર્શનના મુગ્ધ આનંદનું નિરૂપણ કરતાં કાવ્યો કવિની લાક્ષણિક વર્ણનશક્તિનાં પરિચાયક છે. ‘મોગરો’, ‘આકાશી અસવાર’, ‘શ્રાવણ નીતર્યો’ વગેરે ગીતો પણ એવી પ્રતીતિ કરાવે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય કવિશક્તિનું નિદર્શક છે તેમ આપણાં ગીતોની સમૃદ્ધિની સાબિતીરૂપ છે. ‘તું જતાં’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ અનુક્રમે પત્ની અને પુત્રના અવસાનથી અનુભૂત સંવેદનને પ્રબળતાથી નિરૂપે છે; તો ‘વીરાંજલિ’, ‘સજીવન શબ્દો’ અને ‘હરિનો હંસલો’ અનુક્રમે ન્હાનાલાલ, મેઘાણી અને ગાંધીજી વિશેની શોકપ્રશસ્તિઓ છે. જહાંગીરના સમયના પ્રસંગનિરૂપણનું ‘બેવડો રંગ’ અને વિદ્યાર્થી અવસ્થાનો ચિતાર આપતું વિનોદમય ‘વડોદરા નગરી’ નિજી વિશેષતાઓથી ધ્યાન ખેંચે છે.
 
[httphttps://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Balmukund-Dave.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]