ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું http->https
નાનું આ પણ જુઓ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
| name = ધીરુભાઈ ઠાકર
| image = Shri Dhirubhai Thakar (1).jpg
| caption = ધીરુભાઈ ઠાકર, [[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] ખાતે, સપ્ટેમ્બર ૨૦૧૨
| birth_date = {{birth date|1918|6|27|df=y}}
| birth_place = [[કોડીનાર]], ગુજરાત, ભારત
| death_date = {{death date and age|2014|1|22|1918|6|27|df=y}}
| death_place = [[અમદાવાદ]], ગુજરાત
| occupation = લેખક
| period=
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| nationality = ભારતીય
| influenced =
| signature = Dhirubhai Thaker autograph.svg
| awards = {{plainlist|
* [[પદ્મભૂષણ]]
* [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] }}
| spouse= {{marriage|ધનગૌરીબહેન|1939|2005|end=તેણીનું અવસાન}}
| module = {{Infobox academic
| child = yes
| doctoral_advisor = [[રામનારાયણ પાઠક]]
| thesis_title = ''મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના''
| thesis_year = ૧૯૫૬
| thesis_url = https://archive.org/details/in.ernet.dli.2015.305012
| doctoral_students = {{plainlist| * [[કુમારપાળ દેસાઈ]]
* [[પ્રવીણ દરજી]]
* [[મણિલાલ પટેલ|મણિલાલ હ. પટેલ]]}} }}
}}
 
'''ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર''' (ઉપનામ: સવ્યસાચી) (૨૭ જૂન ૧૯૧૮ – ૨૨ જાન્યુઆરી ૨૦૧૪) ગુજરાતી ભાષાના સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર હતા.
 
== જીવન ==
તેમનો જન્મ ૨૭ જૂન ૧૯૧૮ના રોજ <nowiki/>[[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]<nowiki/>ના કોડીનારમાં થયો હતો. પ્રાથમિક કેળવણી કોડીનાર-[[ચાણસ્મા]]<nowiki/>માં. માધ્યમિક કેળવણી ચાણસ્મા-[[સિદ્ધપુર]]<nowiki/>માં. [[મુંબઈ]]<nowiki/>ની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, [[અમદાવાદ]]<nowiki/>માં અધ્યાપક. ૧૯૫૩માં [[રામનારાયણ પાઠક]]ના માર્ગદર્શન હેઠળ 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી: એક અધ્યયન' શિર્ષકથી શોધનિંબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત થઇને પછી તેઓ [[ગુજરાતી વિશ્વકોશ]]ના મુખ્ય સંપાદક રહ્યા હતા.<ref name="સવ્યસાચી સારસ્વત 2007">{{cite book|editor1-last=પટેલ |editor1-first=ભોળાભાઈ |editor1-link=ભોળાભાઈ પટેલ |editor2-last=પારેખ |editor2-first=મધુસૂદન |editor2-link= |editor3-last=શેઠ |editor3-first=ચંદ્રકાન્ત |editor3-link=ચંદ્રકાન્ત શેઠ |editor4-last=દેસાઈ |editor4-first=કુમારપાળ |editor4-link=કુમારપાળ દેસાઈ |editor5-last=દરજી |editor5-first=પ્રવીણ |editor5-link=પ્રવીણ દરજી |title=સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker) |date=June 2007 |publisher=ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ |location=અમદાવાદ |pages=૩૩૪–૩૩૫}}</ref>
 
તેમણે ૧૯૩૯માં ધનગૌરીબહેન સાથે લગ્ન કર્યા હતા, જેમનું અવસાન ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ થયું હતું. તેમના પુત્ર ભરતનો જન્મ ૧૯૪૧માં તથા દિલીપનો જન્મ ૧૯૪૩માં જ્યારે દિકરી હિનાનો જન્મ ૧૯૫૭માં થયો હતો.<ref name="સવ્યસાચી સારસ્વત 2007"/>
Line ૩૯ ⟶ ૩૮:
== સર્જન ==
એક સર્જકવિશેષ તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને સ્વરૂપવિશેષ રૂપે સાહિત્યનો ઈતિહાસ — આ બંને વિષયો પર ધીરુભાઈએ એકાધિક ગ્રંથો લખ્યા છે.<ref name="દરજી૨૦૧૭">{{cite book|editor-last1=દવે|editor-first1=રમેશ ર.|editor-last2=દેસાઈ|editor-first2=પારુલ કંદર્પ|title=ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૬ (૧૮૯૫થી ૧૯૩૫) : ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો|date=ઓગસ્ટ ૨૦૧૭|edition=ત્રીજી|location=અમદાવાદ|publisher=કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર, [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|pages=૪૪૩|oclc=52268627|chapter=ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર 'સવ્યસાચી'|last=દરજી||first=પ્રવીણ|author-link=પ્રવીણ દરજી}}</ref> મણિલાલ નભુભાઈ વિશેનું તેમનું શોધકાર્ય માન્ય (authentic) અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે.<ref name="વ્હોરા૧૯૮૪">{{cite book|last1=શાસ્ત્રી|first1=વિજય|last2=ગાંધી|first2=ચંદ્રકાન્ત 'સુહાસી'|last3=દેસાઈ|first3=અશ્વિન|title=ગુજરાતનાં ભાષાસાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ|year=૧૯૮૭|edition=પ્રથમ|publisher=યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ|location=અમદાવાદ|page=107–108|oclc=22732429}}</ref>
 
 
‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ [[કસ્તુરભાઇ લાલભાઇ|કસ્તુરભાઇ લાલભાઇનું]] એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.
Line ૪૮ ⟶ ૪૬:
 
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
 
== આ પણ જુઓ ==
* [[ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર]]
 
==સંદર્ભો==
Line ૫૬ ⟶ ૫૭:
* {{Commons category-inline|Dhirubhai Thaker}}
* {{Internet Archive author|sname=Dhirubhai Thakar|sopt=t}}
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Dhirubhai-Thakar.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]