વ્યાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધારાની માહિતી દૂર કરી.
અજ્ઞાત સભ્યએ કરેલો ફેરફાર 721498 પાછો વાળ્યો
ટેગ: Manual revert
લીટી ૫૫:
 
ભાગવત પુરાણના ૧૧મ અધ્યયનમાં લખ્યું છે : એક વખત વિશ્વામિત્ર આસિત કણ્વ દુર્વાસા ભૃગુ અંગીરા કશ્યપ વામદેવ અત્રી વસિષ્ઠ આદિ સાધુગણ નારદમુની સહિત યદુકુળના રાજા કૃષ્ણના ઘરે ઊતર્યાં હતાં. યદુકુળના બાળકો રમતાં રમતાં તેમની પાસે આવ્યાં. તેમાં જામ્બવતીના પુત્રે સ્ત્રીના વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના પગે પડી ઢોંગ કરતાં ઉદ્ધતાઈથી પૂછ્યું : આ કાળી આંખોવાળી ગર્ભવતી સ્ત્રીને પુત્રની ઈચ્છા છે. ઓ જ્ઞાની મહાત્મા તેને જાતે પૂછતાં શરમ આવે છે માટે આપની દિવ્ય દ્રષ્ટીથી શું આપ કહેશો કે તે પુત્રને જન્મ આપશે કે નહિ ! સાધુઓ આવી મજાકથી છંછેડાઈ ગયાં અને કહ્યું : હે રાજન તે એક ગદાને જન્મ આપશે જે આખા કુળનો નાશ કરશે.
 
==બૌદ્ધ ધર્મમાં==
બૌદ્ધત્વમાં વ્યાસ કાન્હા-દિપાયન (તેમના નામનો પાલી અનુવાદ) તરીકે કાન્હા-દિપાયન જાતક અને ઘટ જાતક એવી બે કથાઓમાં આવે છે. પહેલામાં તે બોધિસત્વ તરીકે પ્રગટ થાય છે. જો કે તેનો તેમણે રચિત હિંદુ રચનાઓ સાથે કોઈ સંબંધ નથી. પછીનામાં મહાભારતની એક મહત્ત્વપૂર્ણ ઘટનાને સમાંતર છે.
 
મૌસલ પર્વના ૧૬મા પુસ્તક વૃશ્ણિઓ (વ્યાસના નામેરી અને વિષ્ણુના અવતાર કૃષ્ણના અનુગામીઓ)નો અંતનું વર્ણન આપેલ છે. એક દિવસ વૃષ્ણી કુમારોએ વિશ્વામિત્ર કણ્વ અને નારદ મુનીને દ્વારિકા આવતાં જોયાં, તેમના હાથમાં દંડ જોઈને તે વીરોએ સમ્બને સ્ત્રી રૂપ ધારણ કરાવી અને મુનીઓ તરફ આવ્યાં અને કહ્યું : હે ઋષિઓ અમર્યાદિત શક્તિના ધારક વભૃની આ પત્ની પોત્ર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. શું તમે ખાત્રી પુર્વક ભાખી શકશો કે આ વખતે કોનો જન્મ થશે? આ રીતે તેમની સાથે પ્રપંચ થવાથી ઋષીઓએ કહ્યું : વાસુદેવનો વંશજ શમ્બ એક અગ્નિશીલ લોખંડનો મસળિયો પેદા કરશે જે વૃશિણિ અને અંધકોનો નાશ કરશે. ઘાત જાતકમાં આ જ વાતને અન્ય વળાંક છે. વૃશિણિઓ કુમારો કન્હા-દિપાયનની શક્તિઓને ચકાસણી કરવા માંગતા હતાં અને તેથી તેમણે સંતની ટિખળ કરી. તેમણે યુવાન કુમારના પેટ પર તકિયો બાંધ્યો અને તેને ઋષી પાસે લઈ જઈ પૂછ્યું કે બાળકનો જન્મ ક્યારે થશે ? તેમણે જવાબ આપ્યો કે આજથી સાતમા દિવસે તેમની સામે ઉભેલી વ્યક્તિ અકીકના વૃક્ષની ગાંઠને જન્મ આપશે, જે વાસુદેવના કુળનો નાશ કરશે. યુવાનો તેમની ઉપર લપકી પડ્યાં અને તેમની હત્યા કરી. પણ છેવટે તેમની વાણી સત્ય પડી. નોંધવા જેવી વાત છે કે ઘાત જાતકમાં તેઓ બોધિસત્વ નથી.