પદમડુંગરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
આ આદિવાસી થાનક છે .
નાનું 2405:205:C8A9:DDA6:E4F5:EBD3:13F7:63A8 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૮:
'''પદમડુંગરી''' ગામ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[ડોલવણ]] તાલુકામાં આવેલું છે. પદમડુંગરી ગામમાં ખાસ કરીને [[આદિવાસી]] લોકો વસે છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], [[પંચાયતઘર]], દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] અને [[નોકરી]] જેવાં કાર્યો કરે છે. [[ડાંગર]], [[જુવાર]], [[કેરી]] અને [[શાકભાજી]] આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.
 
પદમડુંગરી જિલ્લાના મુખ્ય મથક [[ડોલવણ]]થી આશરે ૩૦ કિલોમીટર તેમ જ [[ઉનાઇ]]થી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં આદિવાસીપૌરાણિક કુુુુહમાઇશિવમંદિર, માડીનુંશરભંગ થાનકઋષિનો આવેલઆશ્રમ અને ઘુસમાઈ / ગોસાઇમાતાનું મંદિર જેવાં ધાર્મિકસ્થળો આવેલાં છે. [[અંબિકા નદી]]ના પટમાં ભગવાન રામચંદ્રજીએ યજ્ઞ કરેલ તેની ભસ્મ આજે પણ પ્રાપ્ય છે. પુરાણોમાં પદમડુંગરી ગામ પદમાવતી નગરી તરીકે ઓળખાતું હતું, એમ પણ કહેવાય છે.
 
આ સ્થળને [[ગુજરાત]] રાજ્ય વન વિભાગે પ્રકૃતિ-પ્રવાસસ્થળ (ઇકો ટુરિઝમ) તરીકે સાચવવાનું તેમ જ પ્રવાસીઓને આકર્ષવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓ માટે વન્ય સંપત્તિના શૈક્ષણિક અવલોકન માટે આ અનેરી જગ્યા છે. અહીં વન પર્યાવરણ વિષયની શિબિરોનું આયોજન [[ગુજરાત|ગુજરાત રાજ્ય]] વન વિભાગ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સહેલાણીઓ માટે તંબુઓ, ઓપન સિનેમાગૃહ, રસોઇઘર, વારિગૃહ જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. ૫૦ થી ૬૦ જણાના જૂથમાં વિદ્યાર્થીઓ, યુવામંડળો, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, સાહસિક સંસ્થાઓ ભાગ લઇ શકે છે. અહીં જવા માટે વન વિભાગના અધિકારી, રેંજ ફોરેસ્ટ ઓફિસ, [[ઉનાઇ]]નો સંપર્ક કરી શકાય છે.