ધન તેરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Added Content
નાનું (ઇન્ફોબોક્સ.)
(Added Content)
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
'''ધન તેરસ'''ને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. [[કારતક]] માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં [[લક્ષ્મી| લક્ષ્મીજી]]નાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ [[કુબેર]]ની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા [[રાવણ|રાવણે]] પણ [[કુબેર]]ની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને [[સમુદ્ર મંથન]]નાં ફળ સ્વરૂપે ભગવાન [[ધન્વંતરિ]] ઉત્પન્ન થયાં હોવાથી તેને ''ધન્વંતરિ ત્રયોદશી'' કે ''ધન્વંતરિ જયંતિ'' તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
 
ધનતેરસ ની પૌરાણિક કથા :
==પૌરાણીક કથા==
 
દીવો એ [[દિવાળી]]ના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ [[લક્ષ્મી|લક્ષ્મીજી]] સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે [[યમ]]રાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે [[યમ]]રાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.
એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીને પૂછ્યું કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતો સંકોચમાં પડી ગયા અને બોલ્યા : " નહીં મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ? "
 
યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા, " તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતું હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતાં કહ્યું કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યું હતું.
 
એવી શું ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યું - મહારાજ, હંસ નામનો રાજા હતો, જે એક દિવસ શિકાર કરવા ગયો. ત્યારે પોતાના સાથીઓથી અલગ પડી ગયો. અને બીજા રાજયની સીમામાં જતો રહ્યો. ત્યાંના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યું.
 
તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષિઓનું કહેવું હતું કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મૂકવામાં આવ્યો. તેના પર સ્ત્રીઓની છાયા પણ પડવા દેવામાં આવતી નહોતી.
 
પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યાં અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાંપી ઉઠ્યું. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા.
 
યમરાજ દ્રવિત થઈને બોલ્યા – શું કરીએ ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યું કે, મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો ?
 
યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતાં કહ્યું કે – ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો.
 
આ ઘટના પછી ધનતેરસના દિવસે ધનવંતરિ પૂજન સાથે દીપદાનની પ્રથા શરૂ થઈ.
 
ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે [[બલીરાજા]]નાં કારાગૃહમાં પુરાયેલ [[લક્ષ્મી| લક્ષ્મીજી]] તથા અન્ય દેવોને ભગવાન [[વિષ્ણુ]]એ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી [[કુબેર]] છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).
Anonymous user