ઊંઢાઈ (તા. વડનગર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું Corrected_the_way_name_is_written
લીટી ૨૮:
'''ઊંઢાઈ (તા. વડનગર)''' (કે ઉંઢાઈ) [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[વડનગર તાલુકો|વડનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. ઊંઢાઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
લોકવાયકા પ્રમાણે આ ગામની સ્થાપના આશરે ૧૪૦૦ વર્ષ પહેલાં થયેલી. આ ગામમાં દોલતરામ જેઠાભાઇ નાયકના વંશજો ગણાતા નાયક પરિવારોની બહોળી વસતી હતી. નાયકોના કુળદેવી માવડીયાં માતાજીનું મંદિર અહીં આવેલું છે. રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા ગુજરાતી કલાકાર [[ઘનશ્યામ નાયક]]નો જન્મ આ ગામમાં થયેલો. ઉપરાંત કેશવલાલ કોમિકસ, પ્રહલાદજી કાળુભાઇ નાયક, બાપુલાલ ભભલદાસ નાયક, અંબાલાલ ભભલદાસ નાયક, કેશવલાલ કપાતર (કંપાઉન્ડર) અને વિસનગરમાં સૌપ્રથમ રંગભૂમિની સ્થાપના કરનારા [[જયશંકર 'સુંદરી']] વગેરે અનેક કલાકારોનું વતન આ ગામ છે.<ref name="BW1">{{Cite web|url=http://bhardwajnews.weebly.com/p1.html|title=વામન નટુકાકાની વિરાટ છલાંગ ઊંઢાઇથી મુંબઈ|last=|first=|date=|website=www.Bhardwajnews.weebly.com|publisher=|accessdate=2019-03-19}}</ref>
 
==સંદર્ભો==