લોકનૃત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સ્થાનિક લોકનૃત્યોની છબીઓ મૂકી.
No edit summary
લીટી ૧૮:
* ગોફગૂંથણ: રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્‍છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્‍ય કરવામાં આવે છે. આ નૃત્‍યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્‍ય છે. આ નૃત્‍યમાં પુરુષો ભાગ લે છે.
 
* [[ટીપણી નૃત્‍ય]]: આ નૃત્‍ય ધાબું ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્‍પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્‍ય કરે છે.
 
* પઢારોનું નૃત્‍ય: નળકાંઠાના પઢારો મંજીરાં લઇને ગોળાકારમાં નૃત્‍ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસાં મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઇને નૃત્‍યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્‍ય સાથે એકતારો, તબલાં, બગલિયું અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે.
લીટી ૩૪:
* મેરનૃત્‍ય: મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્‍યમાં આગવું સ્‍વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્‍ન ગંભીર છટા ઊભી કરે છે.
 
* [[સીદીઓનું ધમાલધમાલનૃત્ય|સીદીઓનું નૃત્‍યધમાલનૃત્‍ય]]: મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે. મશીરા (નાળિયેરના કોચલામાં કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધી)તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછ નું ઝૂંડ અને નાના-નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું નૃત્ય છે. હો-હોના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં અને તેમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓ ના અવાજ ની નકલ કરતાં સમૂહમાં નૃત્ય કરે છે.
 
* [[મેરાયો નૃત્ય|મેરાયો]]: આ [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[વાવ તાલુકો|વાવ તાલુકા]]ના ઠાકોરોનું લોકનૃત્‍ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્‍થળે પહોંચે છે. પછી ખુલ્‍લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. ત્‍યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.
 
* ડાંગી નૃત્‍ય: [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્‍લા]]ના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે.