દહેગામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
દહેગામ તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[દહેગામ]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
 
૨૦૦૧ ભારત જનગણના<ref>{{GR|India}}</ref> ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯,૮૮૩ અને મહિલાઓની જનસંખ્યા ૧૮,૨૦૦ જેટલી છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫% જેટલો છે, જે રાષ્ટ્રના સાક્ષરતા દર ૫૯.૫% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩% છે તેમ જ મહિલા સાક્ષરતા દર ૫૮% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.
અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ શહેરમાં બહુમતી ધરાવી શકે. દહેગામા તાલુકામાં ઠાકોર સમુદાયની વસ્તી વધુ છે તેમ જ આ ઉપરાંત દેવ અમીન, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિયોં, રબારી, વણિક, મુસલમાનો અને અન્ય સમુદાયના લોકો વસે છે. દહેગામ ખાતે મુખ્ય બસ સ્ટેશન નજીક બાબા સાહેબ આમ્બેડકર તેમ જ નહેરુ ક્રોસિંગ નજીક સરદાર વલ્લભભાઈ પટેલનાં મોટા કદનાં પૂતળાં મુકાયેલાં જોવા મળે છે.
 
મોટી સંખ્યામાં કચ્છી પટેલ અહીં સ્થળાંતર કરીને દહેગામ નગરમાં વસી ગયા છે. તેઓ ખાસ કરીને ખેતી, ઇમારતી લાકડાંનો ધંધો તેમ જ અન્ય કારોબાર કરે છે. તેઓ અહીં ઘણી જ સારી રીતે સ્થાનીય સમુદાય સાથે હળીમળીને રહે છે. તેમણે દહેગામને પોતાનું વતન બનાવ્યું છે.
 
== દહેગામ તાલુકામાં આવેલા ગામડાંઓ ==