મીરાંબાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎જીવન પરિચય: વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
Beingmaruchiman1111 (talk)એ કરેલો ફેરફાર 750680 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૮:
મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં [[જોધપુર]]માં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના [[રાજસ્થાન]]ના [[પાલી જિલ્લો|પાલી જિલ્લા]]માં) થયો હતો.<ref name="Hinduism 1996, Page 144">''An Introduction to Hinduism'', Cambridge 1996, Page 144, by Gavin Flood</ref> તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
 
બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
 
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ([[ઉદયપુર]]ના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.