લિન્ક
નાનું (http->https) |
Gazal world (ચર્ચા | યોગદાન) (લિન્ક) |
||
કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયનો આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભી વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને વૃત્તવૈવિધ્યથી સિદ્ધ કરેલું મનોરમ કાવ્યસ્થાપત્ય-એ એનાં લક્ષણો પછીથી ખંડકાવ્યનાં સ્વરૂપવિધાયક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અદ્યપર્યત અનુપમ રહી છે. આ ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના અને તે નિમિત્તે કઠોર વિધિશાસનનું કરુણ જીવનદર્શન વ્યક્ત થયેલું છે.
નવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યો કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણા વધારે છે. એમાં પણ ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’,
એમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી’, ‘રોમન આત્મશાસન અથવા રોમન સ્વરાજ્ય’, ‘દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ અનુક્રમે ૧૯૦૮ થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ (બે નાટકો) ૧૯૨૪માં તથા ‘દુઃખી સંસાર’ ૧૯૧૫માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં ‘રોમન સ્વરાજ્ય’ દેશી નાટક સમજે ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ‘જાલિમ ટુલીયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઈચ્છાથી અને તેમનાં સૂચનો અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને ‘દુઃખી સંસાર’માં તો, ખાસ કરીને એના પ્રહસન-અંશોમાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકર્તુત્વ છે. આમ, આ નાટકોને કાન્તની સ્વતંત્ર સર્ગશક્તિના પરિણામરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી સમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાનો એમનો પ્રયત્ન તથા એમનાં વ્યક્તિત્વ અને વિચારોનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહ’માં જાતિભેદ અને તજજ્ન્ય વૈરની દીવાલને તોડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો ‘ગુરુ ગોવિંદસિંહ’માં પણ સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐક્યની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્ય’માં બીજરૂપે રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનનો નવીન અને પ્રભાવશાળી વિચાર પડેલો છે. ‘દુઃખી સંસાર’ આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢ્ય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની વાગ્ભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યક્તત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાન્તને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં નાટ્યવસ્તુનાં કલ્પન ને ગ્રથનમાં ઘણી શિથિલતાઓ રહી ગઈ છે. ‘દુઃખી સંસાર’ અને ‘જાલિમ ટુલીયા’માં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભોગ્યતાના અંશો હોવા છતાં એકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.
કાન્તના અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે- જેમ- કે સ્વીડનબોર્ગના બે અનુવાદો ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (૧૮૯૭) તથા ‘સ્વર્ગ અને નરક’ (૧૮૯૯), બાઈબલનાં બે પ્રકરણોના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેનો સ્વર્ગીય સિદ્ધાંત’ (૧૯૧૬) તથા ‘સેન્ટ જહોનનું ભાગવત’ (૧૯૨૩); તો કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે- જેમ કે ગ્યોથના ‘વિલ્હેમ માઇસ્ટર’ના એક પ્રકરણનો અનુવાદ ‘એક દેવીનો આત્મવૃત્તાંત’ (૧૮૯૭), ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિઅન નીતિશાસ્ત્ર’ (૧૯૧૨), ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટોકૃત ફીડ્રસ’ (૧૯૨૧). આ ઉપરાંત ‘પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર’ (૧૮૯૫) અને ‘ઇજિપ્ત’ (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથોના એમના અનુવાદો છે. એમનું અનુવાદસાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટીશ અને હિંદી વિક્રમ’ (૧૯૧૪-૧૯૧૯) તથા ‘ધ હાર્ટ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૫) સમાયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે.
'''પૂર્વાલાપ''' (૧૯૨૬) ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું
'''સિદ્ધાન્તરનું અવલોકન''' (૧૯૨૦) મણિલાલ ન. દ્વિવેદીકૃત ‘સિદ્ધાંતસાર’નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.
|