મણિલાલ દ્વિવેદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
lead
m
લીટી ૩૪:
'''મણિલાલ નભુભાઈ દ્વિવેદી''' ‍(ઉપનામો: '''એક બ્રાહ્મણ''', '''એક વિદ્યાર્થી''', '''અભેદમાર્ગપ્રવાસી'''‌) (૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮ – ૧ ઓક્ટોબર ૧૮૯૮) [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ ([[અદ્વૈત વેદાંત|અદ્વૈત]]) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.
 
'[[કાન્તા]]' અને '[[નૃસિંહાવતાર]]'' તેમના નાટકો છે. 'બાળવિલાસ' તથા '[[સુદર્શન ગદ્યાવલિ]]' અનુક્રમે તેમના લઘુ અને દીર્ઘ નિબંધોના સંગ્રહો છે. '[[આત્મનિમજ્જન]]' તેમનો કાવ્યસંગ્રહ છે. તેમણે '[[સિદ્ધાંતસાર]]' શિર્ષકથી ધર્મચિંતનનો ગ્રંથ લખ્યો હતો. તેમણે '[[પ્રિયંવદા]]' અને '[[સુદર્શન]]' નામના સામયિકો ચલાવ્યા હતા અને એ દ્વારા સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે [[સમાજ]]<nowiki>ને</nowiki> અભિમુખ કરવા બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ગુજરાતની પ્રજાને વેદાંતનો વ્યાવહારિક ઉપયોગ સમજાવવા સતત લખાણો પ્રગટ કર્યાં હતા.
 
== જીવન ==