પ્રસાદ બ્રહ્મભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ગુજરાતી લેખક
Content deleted Content added
'''પ્રસાદ બ્રહ્મભટ્ટ''' (જ. ૧૯૫૧) ગુજરાતી ભાષા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૦૨:૪૬, ૩ માર્ચ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

પ્રસાદ બ્રહ્મભટ્ટ (જ. ૧૯૫૧) ગુજરાતી વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર અને ચરિત્રકાર છે.

જીવન

પ્રસાદ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧માં થયો. તેઓએ ઇડરની આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ૧૯૮૦માં તેમણે 'રાજેન્દ્ર–નિરંજનયુગની કવિતા' એ વિષય પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. આ શોધનિબંધ ૧૯૮૨માં પુસ્તકરૂપે પ્રગટ થયો.[૧]

પ્રદાન

પ્રસાદ બ્રહ્મભટ્ટે ૧૯૭૬માં સ્વામી દયાનંદ સરસ્વતીનુ જીવનચરિત્ર પ્રગટ કર્યું. આ શોધનિબંધ 'રાજેન્દ્ર–નિરંજનયુગની કવિતા' ૧૯૮૨માં પુસ્તકરૂપે પ્રગટ થયો. 'અર્વાચીન ગ્રીક કવિતા' તથા 'ત્રણ વિશિષ્ટ કવિ' તેમના અન્ય પુસ્તકો છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૧૯૮૧). પ્રહલાદ પારેખ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (1st આવૃત્તિ). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. પૃષ્ઠ vi. OCLC 9645742.