પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી. વર્ણન.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું કડી.
લીટી ૧:
[[ચિત્ર:Atomic number depiction.jpg|thumb|right|પરમાણુ ક્રમાંકની સમજણ.]]
[[રસાયણ શાસ્ત્ર]] અને [[ભૌતિક શાસ્ત્ર]]માં, '''પરમાણુ ક્રમાંક''' (અથવા '''પ્રોટોન ક્રમાંક''') એ કોઈપણ તત્વની પરમાણુ નાભિમાં રહેલા [[પ્રોટોન]]ની સંખ્યા દર્શાવે છે. આને આ હિસાબે તેને નાભિના વિદ્યુત ભારનો ક્રમાંક પણ કહી શકાય છે. કોઇપણ આવેશરહિત [[પરમાણુ]] પર [[ઈલેક્ટ્રોન]]ની સંખ્યા પણ પરમાણુક્રમાંકની બરાબર હોય છે. રાસાયણિક તત્વોને એના ચઢતા પરમાણુ ક્રમાંક પ્રમાણેના ક્રમમાં વિશેષ રીતથી ગોઠવવાથી [[આવર્ત સારણીનિયમ|આવર્ત સારણીનું]]નું નિર્માણ થતું હોય છે. જેનાથી આ તત્વોના અનેક રાસાયણિક તેમ જ ભૌતિક ગુણ સ્વયંસ્પષ્ટ થઇ જાય છે. આને પારંપારિક રીતે અંગ્રેજી અક્ષર '''''Z''''' વડે દર્શાવાય છે. આ ક્રમાંક કોઈ પણ રાસાયણિક તત્વને અનન્ય રીતે બતાવે છે. વિદ્યુતભારની દ્રષ્ટિએ કોઈ પણ ભાર ન ધરાવનાર અણુઓમાં પ્રોટેઓન અને ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.
 
અણુ ક્રમાંક ''Z'' ને અણુ ભાર ''A'' સમજીને થાપ ન ખાવી જોઈએ તે અન્ય વસ્તુ છે. અણુભાર એ અણુના કેંદ્રમાંના પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો હોય છે. પરમાણુની નાભિમાંના ન્યૂટ્રોનની સંખ્યાને ન્યૂટ્રોન ક્રમાંક કહે છે તેને ''N'' સંજ્ઞા વડે બતાવાય છે. આમ, ''A'' = ''Z'' + ''N''. સામાન્ય રીતે પ્રોટોન અને ન્યૂટ્રોન નું દ્રવ્યમાન સમાન હોય છે. (અને ઈલેક્ટ્રોનનું પ્રોટોન ન્યૂટ્રોનની સરખામણીએ દ્રવ્યમાન નહીવત્ હોય છે ), અને તેની દ્રવ્યમાન ખોડ ઘણી સૂક્ષ્મ હોય છે.