વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું PatelSubham (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૯:
 
માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. ન એમને ખાવા-પીવાની સુધ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી. માતા જેવું પણ પીરસતી, ચુપચાપ ખાઈ લેતા. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. ગણિતની સૂઝ-બૂઝ તથા તર્ક-સામર્થ્ય, વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ, પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વાગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી. તે સમયે વિનોબા પિતા સાથે વડોદરા ની કોઠી કચેરી પાસેની કાપડીની પોળમાં રહી અભ્યાસ કરતા. અહીંથી તેઓ અરવિંદ ઘોષ ના વિચારો થી પ્રભાવિત થયા. ૧૯૧૬માં તેઓએ ગૃહત્યાગ કરીને કાશી ગયા. કેટલાક સમય પછી ગાંધીજી ના પ્રવચન થી પ્રભાવિત થઈ અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા હતા.
 
== વિનોબા ભાવેનું રાજનૈતિક જીવન ==
વિનોબા ભાવેએ ગાંધીજીને પોતાના ગુરુ માની લીધા હતા કારણ કે તેઓ ગાંધીજીના રાજ નૈતિક અને આધ્યાત્મિક વિચારો થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સમયનીસાથે વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીજી નો સંબંધ વઘુ મજબૂત બની ગયો. આશ્રમના તમામ કામોમાં બંને સાથે રહેવા માંડયા અરે શૌચાલય પણ બંને ભેગા મળીને સાફ કરતા તેમજને ગીતા અને ઉપનિષદનું અધ્યયન પણ સાથે જ કરતા.
 
૧૯૨૦માં જ્યારે જમનાલાલ બજાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો તેમણે વર્ધામાં પણ એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા દર્શાવી. જેથી આ કામ માટે ગાંઘીજીએ વિનોબાજીને નિયુકત કર્યા.8 એપ્રિલ ૧૯૨૧ ના રોજ વિનોબા ગાંધીજીના કહેવાથી તેઓ ગાંધી આશ્રમ નો પ્રારંભ કરવા માટે વર્ધા જતા રહ્યા. વર્ધામાં પ્રવાસ દરમિયાન વિનોબા ભાવેએ મહારાષ્ટ્રમાં <nowiki>''મહારાષ્ટ્ર ધર્મ''</nowiki> નામની એક માસિક પત્રિકા શરૂ કરી. આ માસિક પત્રિકા માં મુખ્યત્વે ઉ૫નિષદો પર તેમના નિબંધ સામેલ હતા.
 
વિનોબાભાવેના રાજનીતિક કાર્યોમાં મુખ્યત્વે અસહયોગ આંદોલન અને દેશને સ્વતંત્રતા આપવાનું લક્ષ્ય સામેલ હતું. ગાંધીજીના દરેકે દરેક અભિયાનમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. તેઓ બધા ભારતીયોને સમાનતા અને બધા ધર્મોને માનતા હતા.
 
== બાહ્ય કડીઓ ==