મુન્દ્રા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2401:4900:5040:2F76:F577:F2FF:750C:8675 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૧:
[[File:Mundra Fort Kutch Gujarat.jpg|thumb|મુન્દ્રા કિલ્લો]]
મુન્દ્રાની સ્થાપના ઈ.સ. ૧૬૩૨માં થઇ હતી. જેની સ્થાપના જેસર જાડેજા વંશના જામ રવાજીના સૌથી નાના પુત્ર હરધોળજીએ કરી હતી. તેમનાથી મોટા ભાાઈઓએ જેમાં મરગજીએ બરાયા, હોથીજીએ વિરાણીયા, અજાજીએ માડી અને કરણજીએ બોચડા ગામની સ્થાપના કરી. જે મુન્દ્રાની બાજુમાં આવેલું હતું.
મુન્દ્રા શબ્દની ઉત્પત્તિ કચ્છી ભાષાના શબ્દ 'મોનધરો' ઉપરથી થઈ છે. મોનધરો શબ્દનું મૂળરૂપ 'મોહન ધ્રો' હતું. ઈ.સ. ૧૬૮૮માં કચ્છના રાવ ભોજરાજજીએ અહીં મોહનરાયજીનું મંદિર બંધાવ્યું ત્યારે અહીં ભૂખી નદી પાસે મીઠા પાણીનો એક ધરો વહેતો હતો. તેથી લોકો તેને મોહન ધ્રો કહેવા લાગ્યા. પછી કાળક્રમે 'મોહન ધ્રો' માંથી મોનધરો અને 'મોનધરો' માંથી મોંદરો શબ્દ અસ્તિત્વમાં આવ્યા. મોંદરો શબ્દમાંથી છેલ્લે મુંદરા શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જ્યારે આજે પણ લોકો તેને કચ્છી ભાષામાં 'મોનધરો' જ કહે છે.{{1સંદર્ભ}}
 
જૂના મુન્દ્રાનો કિલ્લો તેનાથી ઈશાન દિશામાં ૨૭ કિમી દૂર આવેલા [[ભદ્રેસર (તા. મુન્દ્રા)|ભદ્રેસર]]ના પ્રાચીન ખંડેરોના પથ્થરોનો ઉપયોગ કરી બાંધવામાં આવ્યો હતો. આ શહેર કચ્છ રાજ્ય સાથે જોડાયેલું હતું. ૧૭૨૮માં દેવકરણ શેઠ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ૧૭૫૫માં ગોડજી દ્વિતિયે તેમના પિતા સામેના બળવો કર્યો ત્યારે અહીં રહ્યા હતા. ઇ.સ. ૧૮૦૧માં ફતેહ મહંમદે મુન્દ્રા દોસલ વેણને આપ્યું હતું અને ૧૮૧૫માં તે રાવ ભારમલજી દ્વિતિય સામેના આક્રમણથી મહંમદ સોટા દ્વારા બચાવાયું હતું. ૧૮૧૮માં તેની વસતી ૧૨૦૦ વ્યક્તિઓની હતી અને વાર્ષિક આવક ૩૦૦૦ પાઉન્ડ (રૂપિયા ૩૦,૦૦૦) હતી. ૧૮૫૫માં ઘરોની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી. ૧૮૬૧માં તે સુંદર ગાલીચાઓ માટે જાણીતું હતું. ૧૮૭૯માં મુન્દ્રાનો વ્યાપાર કાઠિયાવાડ, ખંભાત, સુરત અને મુંબઈ સાથે થતો હતો જેમાં મુખ્યત્વે કપાસ, રાયડો, કઠોળ, ઊન અને કાપડનો સમાવેશ થયો હતો. મુખ્ય આયાતોમાં ધાતુઓ, લાકડાં, અનાજ, ખજૂર, કરિયાણું વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૭૨માં મુન્દ્રાની વસતી ૭,૯૫૨ હતી.<ref name="gb">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha (Public Domain text)|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Printed at the Government Central Press|pages=૨૧૩–૨૧૫, ૨૪૪–૨૪૫}}</ref>