એ. એન. જાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતીય વિદ્વાન અને ઇન્ડોલોજીસ્ટ
Content deleted Content added
"A. N. Jani" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૩:૧૭, ૨૦ જૂન ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

અરુણોદય નટવરલાલ જાની (૨૦ નવેમ્બર ૧૯૨૧ - ૧૬ મે ૨૦૦૩), જેઓ એ. એન. જાની તરીકે જાણીતા હતા, ગુજરાતી અને સંસ્કૃત વિદ્વાન ભારતીય ઈતિહાસકાર હતા.

એ. એન. જાની
ચિત્ર:A. N. Jani.jpg
જન્મઅરુણોદય નટવરલાલ જાની
(1921-11-20)20 November 1921
બરોડા, બ્રિટિશ ભારત
મૃત્યુ16 May 2003(2003-05-16) (ઉંમર 81)
વ્યવસાયવિદ્વાન અને ભારતીય ઇતિહાસકાર
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનોA Critical Study of Sriharsha's Naishadhiyacharitam (૧૯૫૭)
નોંધપાત્ર પુરસ્કારોમહામહોપ્ધાયાય (૧૯૮૨)

જીવન

તેમનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૧ના રોજ બરોડામાં થયો હતો.[૧] [૨] તેમણે ૧૯૪૬માં એમ.એ. પૂર્ણ કર્યું અને ૧૯૫૪માં બોમ્બે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. મેળવી. તેમણે નૈષધીયચરિત પર પોતાનો મહાનિબંધ લખ્યો હતો, જે ૧૨મી સદીના સંસ્કૃત કવિ શ્રીહર્ષ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. ૧૯૬૨માં, તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી જર્મનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો, અને તે જ યુનિવર્સિટીમાંથી ૧૯૬૪માં ફ્રેન્ચમાં પ્રમાણપત્ર મેળવ્યું. તેમણે ૧૯૬૭–૧૯૮૦ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પાછળથી સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ ૧૯૭૫–૧૯૮૧ દરમિયાન ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. [૩]

તેમણે તેમના પ્રોફેસર જી. એચ. ભટ્ટ પાસેથી ભારતીય દર્શનની વિવિધ શાખાઓમાં રસ કેળવ્યો. તેમના નોંધપાત્ર વિદ્યાર્થીઓમાં એસ. એન. પેન્ડસેનો સમાવેશ થાય છે, જેમણે એ. એન. જાનીના માર્ગદર્શનમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો.[૩]

૧૬ મે ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું.[૧] તેમના પુત્ર જયદેવ જાની કવિ હતા, જેમને રસરાજા તરીકે ઓળખવામાં આવે છે.[૪]

સર્જન

એ. એન. જાનીના પ્રકાશનોની પસંદિત સૂચિ: [૨] [૩]

  • અ ક્રિટિકલ સ્ટડી ઓફ શ્રીહર્ષ નૈષધીયચરિતમ (૧૯૫૭)
  • કાલિકપુરાણ (૧૯૭૨) ( ગુજરાતી અનુવાદ સાથે સંપાદિત)
  • શ્રીહર્ષ (૧૯૯૬) (સંસ્કૃત કવિ શ્રીહર્ષના જીવન અને સર્જન પર)
  • સપ્તસતી (ગુજરાતી અનુવાદ સાથે સંપાદિત)

પુરસ્કારો

૧૯૮૨માં તેમને ભારત સરકાર દ્વારા મહામહોપધ્યાયના બિરુદથી નવાજવામાં આવ્યા હતા.[૨]

સંદર્ભ

 

  1. ૧.૦ ૧.૧ "Mm. Pro. Dr. Arunoday Natvarlal Jani". Journal of the Oriental Institute. Baroda: Oriental Institute. 50: 367. 2001. OCLC 1774243. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "JOOI" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Dutt, Kartik Chandra, સંપાદક (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 495. ISBN 978-81-260-0873-5.Dutt, Kartik Chandra, ed. (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. p. 495. ISBN 978-81-260-0873-5. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Dutt1999" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Datta, B.; Sharma, U. C.; Vyas, Nitin J. (1983). Aruṇa-bhāratī: Professor A.N. Jani Felicitation Volume : Essays in Contemporary Indological Research. Baroda: Professor A.N. Jani Felicitation Volume Committee, Oriental Institute. પૃષ્ઠ xvii–xxviii. OCLC 13369078.Datta, B.; Sharma, U. C.; Vyas, Nitin J. (1983). Aruṇa-bhāratī: Professor A.N. Jani Felicitation Volume : Essays in Contemporary Indological Research. Baroda: Professor A.N. Jani Felicitation Volume Committee, Oriental Institute. p. xvii–xxviii. OCLC 13369078. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Datta1983" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  4. Panda, Ravindra Kumar (2000). Studies in Sanskrit Śāstras. Delhi: Paramamitra Prakashan. પૃષ્ઠ 177. ISBN 978-81-85970-23-3.