રથયાત્રા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું થોડી સાફ-સફાઇ.
લીટી ૬:
| type = [[હિંદુ ધર્મ|હિંદુ]]
| longtype = ધાર્મિક
| observedby = [[હિંદુ ધર્મ|હિંદુ]]
| begins = [[અષાઢ સુદ ૨|અષાઢ સુદ બીજ]]
| ends = [[અષાઢ સુદ ૧૦|અષાઢ સુદ દસમ]]
| date2021 = ૧૨ જુલાઇ (સોમવાર)<ref>{{Cite web|title=National Portal of India|url=https://www.india.gov.in/calendar?date=2021-06|access-date=2020-08-03|website=india.gov.in}}</ref>
| date2019date2022 = જુલાઇ (શુક્રવાર)
| date2020 = ૨૩ જુન
| date2021 = ૧૨ જુલાઇ
| date2022 = ૧ જુલાઇ
| frequency = વાર્ષિક
| nickname =
Line ૧૮ ⟶ ૧૬:
}}
[[File:Ratha Yatra Jagannath Puri 1907.gif|300px|thumb|[[જગન્નાથપુરી]]માં રથયાત્રા, ઇ.સ. ૧૯૦૭]]
'''રથયાત્રા''' તે ભગવાન [[જગન્નાથ]], [[બલરામ]] અને [[સુભદ્રા]] સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી [[પંચાંગ]] પ્રમાણે [[અષાઢ સુદ ૨|અષાઢ સુદ બીજ]]ને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર [[ઓરિસ્સા]]નાં [[પુરી|જગન્નાથ પુરી]] શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
 
==કથા==
ભગવાન [[કૃષ્ણ]] તેમના ભાઈ ભગવાન બલરામ સાથે [[દ્વારકા]]ની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ [[રોહિણી|રોહિણી માતા]]ને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ [[રાધા|રાધાનું]]નું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા [[નારદ મુનિ]] દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ [[ત્રેતાયુગ]]માં જગતને બતાવવાનુ વચન આપ્યુ.<ref>{{cite book|title=રથયાત્રાની કથા, [[ગર્ગ સંહિતા]]માંથી છે.}}</ref>
 
==ભારતમાં રથયાત્રા==
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. [[ગુજરાત]]માં [[અમદાવાદ]]નાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે [[વડોદરા]]માં [[ઇસ્કોન]] દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. {{citation needed}} આ સિવાય [[સુરત]]માં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
 
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.{{Sfn|Starza|1993|p=16}} પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે.{{Sfn|Das|1982|p=40}} આ રથયાત્રાને "ગુંડીચા યાત્રા" પણ કહેવામાં આવે છે.