ધી આઉટસાઇડર (નવલકથા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૧:
 
== શૈલી ==
પરંપરાગત નવલકથામાં જોવા મળતાં વસ્તુસંકલના, ચરિત્રચિત્રણ તથા વાતાવરણ (પરિવેશ) આ નવલકથામાં હોવા છતાં તેની ગણના [[પ્રતિનવલ]] (antinovel) માં થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લખાયેલી આ નવલકથા [[એબ્સર્ડ|અસંગત]] (absurd) વિચારસરણી સમજવા માટે ખૂબ ઉપયોગી છે. એબ્સર્ડની દાર્શનિક પીઠિકા નવલકથાના માધ્યમ દ્વારા અહિં આલેખવામાં આવી છે. આ નવલકથાનું ભાષ્ય આલ્બેર કેમ્યૂએ ''[[ધ મિથ ઑવ્ સિસિફસ]]'' ના નામે પ્રગટ કર્યું હતું. આ નવલકથામાં પરંપરાગત અર્થમાં કોઈ નાયક નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ પણ નથી; એ નીતિમાન કે નીતિહીન પણ નથી. કેમ્યૂના કહેવા પ્રમાણે તે 'એબ્સર્ડ' છે. નવલકથામાં કેમ્યૂની નિરૂપણશૈલી દરેક વસ્તુ અને પ્રસંગ પરત્વે સમથળ રહી છે તેમજ અત્યંત મર્યાદિત શબ્દભંડોળને કારણે નિરૂપણમાં વ્યર્થતાનો ભાવ ઊપસી આવે છે. નવલકથાના નાયક મરસોલના જીવનમાં પ્રેમ, આનંદ કે પશ્ચાતાપને કોઈ સ્થાન નથી. નિત્યજીવનની યાંત્રિકતા આ એબ્સર્ડ નાયક દ્વારા અહીં વ્યક્ત થઈ છે અને તે દ્વારા માનવમાત્રના જીવનની અસંગતતા અહીં પ્રગટ થઈ છે. કુટૂંબ, શસનવ્યવસ્થાશાસનવ્યવસ્થા અને ધર્મ - આ ત્રણેની જોહુકમી સ્વીકારવા ન માંગતો નાયક મરણને એકમાત્ર વાસ્તવિકતા માનીને ચાલે છે.<ref name=panchal/><ref name= patel/>
 
== સંદર્ભ ==