ઘનશ્યામ નાયક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎કારકિર્દી: ફિલ્મનું નામ સુધાર્યું અને વાક્યનો વિસ્તાર કર્યો
લીટી ૨૫:
 
== કારકિર્દી ==
તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી 'હસ્તમેળાપ' હતી. [[રમેશ મહેતા]]ની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં [[નરેશ કનોડિયા]] મુખ્ય કલાકાર હતા. જ્યારે [[મહેશ કનોડિયા]]નું સંગીત હતું. તેમને પાર્શ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ 'વેણીનાંવેલીને આવ્યાં ફૂલ' ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું અને આ જ ફિલ્મમાં 'છુક છુક છુક હું...ઉં... ડીંગો ડીંગો ડીંગો રમીએ રેલગાડી...' ગીત દ્વારા તેમની પાર્શ્વગાયક તરીકેની યાત્રા શરુ થઈ હતી. તેમણે તેમની કારકિર્દીનું આ પ્રથમ ગીત [[સુમન કલ્યાણપુર]] અને [[મહેશ કનોડિયા|મહેશકુમાર]] સાથે ગાયું હતું. તેમણે ડોશીમાંના અવાજમાં 'દાદીમા અનાડી' ગીત ગાયું હતું. તેમની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, [[આશા ભોંસલે]], પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા હતા જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર 'માસૂમ' હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું.<ref name="BW1"/> તે સિવાય 'કચ્ચે ધાગે', 'ઘાતક', 'હમ દિલ દે ચૂકે સનમ', 'બરસાત', 'આશિક આવારા', 'તિરંગા' જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક 'પાનેતર' હતું.<ref name="DB1"/>
 
ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહ્યા હતા. તેમના વડદાદા વાડીલાલ નાયક શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથોસાથ [[ધરમપુર]] અને [[વાંસદા]]ના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા.<ref>{{Cite web|url=http://sandesh.com/article.aspx?newsid=3011546|title=ખ્યાતનામ શંકર જયકિશનના સંગીતના ગુરુ નટુકાકા (ઘનશ્યામ નાયક)ના દાદા હતા|last=|first=|date=૨૧ નવેમ્બર ૨૦૧૪|website=|publisher=|archive-url = https://web.archive.org/web/20160304224901/http://www.sandesh.com/article.aspx?newsid=3011546|archive-date=૪ માર્ચ ૨૦૧૬|url-status=dead|access-date=૧૪ જુલાઇ ૨૦૧૮}}</ref>