ચંદુલાલ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
 
==જીવન==
તેમના પિતા બહેચરલાલ પટેલ કવિ ‘વિહારી’ તરીકે સાહિત્ય રચના કરતા હતા જેમણે ‘વંદે માતરમ્’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો : ‘નમું સુફળ વિમળ જળવાળી- મા વંદે માતરમ્/ ધાન્યે લીલીછમ હરિયાળી- મા વંદે માતરમ્’. આ ગીત ગોંડલ રાજ્યની નિશાળોમાં ગવાતો હતો. ચંદુલાલે ગણિત વિષાયમાં બી.એ.ની પદવી મેળવી. તેઓ [[નર્મદ]] દ્વારા પ્રભાવિત હતા. તેમણે પ્રેમશૌર્ય સોસાયટી નામે સંસ્થા સ્થાપી જેમાં વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંઘુ’ માસિક, પાટીદાર યુવક મંડળ,સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમ (સ્વરાજ આશ્રમ) જેવી ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. <ref name="Op"/>
 
૧૯૧૫માં [[સુરત]] સાહિત્ય પરિષદના અધિવેશનમાં [[રણજિતરામ મહેતાએમહેતા]]એ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામ્રપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની વ્યવસ્થાનું જવાબદારીભર્યું કામ સોંપ્યું હતું.<ref name="Op"/>
 
ચંદુલાલ [[ગોંડલ રજવાડું|ગોંડલ રજવાડાં]]ના વિદ્યા અધિકારી હતા. તેમણે ૧૯૧૬ થી ૧૯૫૨ આ હોદ્દા પર કાર્ય કર્યું. ત્યાર પછી પણ કોશનું કામ પૂરૂં કરવા ૧૯૫૫ સુધી કોશ કાર્યાલય સાથે સંકળાયેલા રહ્યા.
તેઓ તેઓ ગુજરાતી શબ્દકોષ [[ભગવદ્ગોમંડલ|ભાગવદ્ગોમંડલ]]ના સંપાદક હતા. ૧૯૨૮થી શરૂ કરી ૨૬ વર્ષની સતત મહેનતને અંતે ૧૯૫૫માં આ કોષ રચવાનું મહાકાર્ય પૂરૂં થયું હતું. આ કોષની પૂર્ણાહૂતિ વખતે ગોંડલનરેશ વિક્રમસિંહે તેમને પોશાકના રૂ.૧,૫૦૦ ઈનામ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘શબ્દકોશ સદ્ગતસદ્‌ગત [[મહારાજા ભગવતસિંહજી|મહારાજા ભગવતસિંહજી બાપુ]]ની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરૂં કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યા અધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફાળે જાય છે.’ <ref name="Op"/>
 
તેમણે ‘ગાંધીજ્ઞાનકોષ’ (ગાંધીજીના વિચારોનું સંપાદન)નું પણ સંપાદન કર્યું. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ શીર્ષક હેઠળ ચંદુલાલે ગાંધીજીના[[મહાત્મા ગાંધી|ગાંધીજી]]ના વિચારોનું સંપાદન કર્યું અને ૧૯૩૨માં (ગાંધીજીની હયાતીમાં જ) [[ગુજરાત વિદ્યાપીઠ]] દ્વારા તેને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમની આગેવાનીમાં તૈયાર થયેલી ગોંડલ રાજ્યની વાચનમાળાઓ બીજાં રજવાડાંની શાળામાં પણ ચાલતી હતી. આ વાચનમાળા ભારત ઉપરાંત રંગૂન, આફ્રિકા અને એડનમાં ચાલતી ગુજરાતી નિશાળોમાં પણ વપરાતી હતી. ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત કરવાના હુકમનો અમલ પણ તેમણે અસરકારક રીતે કરાવ્યો.<ref name="Op"/>
 
તેમને પાછલી ઉંમરે લકવા થયો અને ૧૯૬૪માં તેઓ અવસાન પામ્યા. <ref name="Op"/>
 
તેમનું જીવનચરિત્ર ‘જીવનપંથ’ નામે તેમના પુત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.<ref name="Op"/>
<ref name="Op"/>
 
==સંપાદન==