અમૃતા એચ. પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
નાનું Bot: Cosmetic changes
લીટી ૫:
'''અમૃતા પટેલ''' નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે રહ્યા હતા.<ref>{{Cite news|url=http://www.thehindubusinessline.in/bline/2008/06/06/stories/2008060651652100.htm|title=Amrita Patel gets environ award|last=|first=|date=૬ જૂન ૨૦૦૮|work=|newspaper=The Hindu Business Line|language=en|access-date=૪ માર્ચ ૨૦૧૭|via=}}</ref> તેણીને ૨૦૦૨ના વર્ષમાં [[પદ્મભૂષણ]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.<ref>{{Cite news|url=http://www.financialexpress.com/news/the-lonely-mission-of-amrita-patel/40006/|title=The lonely mission of Amrita Patel|last=|first=|date=|work=|newspaper=The Financial Express|language=en-US|access-date=૪ માર્ચ ૨૦૧૭|via=|archive-date=2014-09-09|archive-url=https://web.archive.org/web/20140909003226/http://www.financialexpress.com/news/the-lonely-mission-of-amrita-patel/40006|url-status=dead}}</ref>
 
== પ્રારંભિક જીવન ==
તેણીનો જન્મ [[નવેમ્બર ૧૩|૧૩ નવેમ્બર]] ૧૯૪૩ના દિવસે [[દિલ્હી|દિલ્હી]] ખાતે થયો હતો. તેમના પિતા [[એચ. એમ. પટેલ]] (હિરુભાઈ) [[ભારત]]ના ભૂતપૂર્વ નાણામંત્રી હતા. તેમની માતાનું નામ સવિતાબેન હતું. પિતાની નિવૃત્તિ બાદ તેઓ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈથી લીધું. તથા બેચલર ઓફ વેટરનરી સાયન્સ ઍન્ડ એનિમલ હસબન્ડરીની પદવી મેળવી. ઈ.સ. ૧૯૬૫માં આણંદ ખાતે '[[અમૂલ]]'માં પશુ આહાર વિભાગમાં જોડાયાં.<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૩૧૪ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ|OCLC =650457017}}</ref>
 
== કારકિર્દી ==
વર્ષ ૧૯૬૫થી અમૂલ સાથે જોડાયા બાદ ઉતરોત્તર પ્રગતિ મેળવી વર્ષ ૨૦૦૫માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડના ચેરપર્સન બન્યાં. આ ઉપરાંત પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની જવાબદારીઓ નિભાવી છે. તેઓ દિલ્હીની મધર ડેરીના સંચાલકમંડળના ચેરપર્સન, ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ધ ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રમુખ, મુંબઈના સોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી, હિમાચલ પ્રદેશ સરકારના આયોજનપંચના સભ્ય રહી ચૂક્યાં છે.<ref name ="વ્યાસ2012"/>
 
== સન્માન ==
[[Fileચિત્ર:Pratibha Devisingh Patil presenting the “Indira Gandhi Paryavaran Puraskar-2005” to Dr. Amrita Patel, Anand, Gujarat, at the ‘World Environment Day 2008’ and 30th Year of the Foundation of National Museum of Natural History.jpg|thumb|વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૦૮ તથા નેશનલ મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટરીના ૩૦મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આણંદ, ગુજરાત ખાતે રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલના હસ્તે ઈન્દીરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર-૨૦૦૫ મેળવતાં ડૉ. અમૃતા પટેલ. ]]ડેરી ક્ષેત્રના વ્યવસ્થાપન, સંચાલન અને વિકાસમાં તેણીના યોગદાન બદલ તેમને ઈન્ટરનેશનલ ડેરી પર્સન, ઈન્ડિયન ડેરી એસોસિયનની ફેલોશીપ, કૃષિમિત્ર ઍવૉર્ડ, ફાઉન્ડેશન નેશનલ ઍવોર્ડ, સહકારિતા બંધુ ઍવોર્ડ, ડૉ. નોર્મન બોરલાંગ ઍવૉર્ડ, અમેરિકા દ્વારા ઈન્ટરનેશનલ પર્સન ઓફ ધ ઈયર ઍવોર્ડ, વિમેન્સ એચિવમેન્ટ ઍવોર્ડ, તથા ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત દેશની ચાર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી અને દિલ્હી વીમેન્સ લીગ દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ પણ આપવામાં આવ્યો છે. <ref name ="વ્યાસ2012"/>
 
== સંદર્ભો ==