દેવાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૬:
 
દેવીદાન તેમનાં પિતાશ્રી સાથે અવારનવાર મહાદેવની સેવામાં સાથે જતાં અને મંદિરમાં ભોળાનાથની ઉપાસનામાં તલ્લીન થતાં. એક લોકવાયકા પ્રમાણે રામાયણકાળના અત્રી મુનીએ આ મહાદેવની સ્થાપના કરેલી. દેવીદાનનાં નાજુક મનમાં પ્રભુ પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી હતી. એકવાર તો તેમણે જો શિવ પ્રત્યક્ષ ન થાય તો મસ્તક તેમના ચરણે ફુલ જેમ ધરીને આ પંચભૌતિક દેહનો ત્યાગ કરવાની ઇચ્છા થઇ આવી. બાળકની આવી હઠીલી ભક્તિથી ભોળાનાથે આકાશમાંથી અવાજ કર્યો: "આત્મહત્યા ના કર,બાળક તને પ્રગટ ભગવાન મળશે". આ બાળકે સામે પ્રશ્ન કર્યો. "ક્યાં અને કેવી રીતે મળશે"? આકાશવાણીએ કહ્યું: "વત્સ, તારા જ ગામમાં ભગવાન આવશે અને કોઈક અલૌકિક લીલા કરશે". બસ, હવે તો એ દિવસની ઇંતેજારીમાં દિવસો યુગ યુગના થવા લાગ્યા. પણ ભગવાન આવ્યા પણ ખરા. ભગવાન સ્વામિનારાયણ બળોલમાં પધાર્યા. ગામનાં હરિભક્ત રૈયા ખટાણાને ઘેર પધાર્યા. ભગવાનને દુધ અને થુલી જમવા આપ્યાં. ઘરમાં અંધારું હતું એટલે મહારાજે કહ્યું કે અમારે બહાર જમવું છે. ફળીયામાં રૈયા ભગતનું ગાડું પડેલું તેની ઉપર બેસીને જમવા લાગ્યા. જમતા જમતા તાંસળીમાંથી દુધ પીતા હતાં ત્યારે દુધનાં રેલા નીચે કોણીએ ઉતર્યા. ભગવાન કોણીએ જીભ અડાડીને દુધ ચાટવા લાગ્યા. આ જોઇને દેવીદાને પગ પકડી લીધા. આપ સ્વયં ભગવાન છો. મારો સ્વીકાર કરો. બસ ,ત્યારથી આ દેવીદાન સ્વામિનારાયણના આશ્રિત બની ગયા.
 
{{wikisource|સર્જક:દેવાનંદ સ્વામી}}
 
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]