દેવમોગરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૭:
 
સાર્વજનિક દેવમોગરા માંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી મંડળના સભ્યો અને પ્રમુખ દ્વારા મંદિર ખાતે શ્રધ્ધાળુઓને અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દેવમોગરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ સુવ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
 
દેવમોગરા ગામ માં ભરાતા મહાશિવરાત્રી ના મેળાનો સાચો ઇતિહાસ સામાન્યતઃ જોવા જાઈ તો જ્યારે અનાજ અને નવો પાક આવે ત્યારે આદિવાસી સમુદાય હિજારી લઈ યાહામોગી માતાને ચઢાવવા જાય, અથવા આપવા જાય કયા તો લેવા જાય. જો કોઈ બાધા લીધી હોય તો મરઘુ કે બકરું છોડી આવે અથવા ચઢાવી આવે. એટલે મુખ્યત્વે નવા અનાજ ના પાક વખતે લોકો ત્યાં આવે. કારણ કે દુકાળ વખતે આદિવાસીઓ ને અનાજ આપી જીવાડનાર રાણી પોતે યાહામોગી છે. યાહામોગી માતા 200 થી 300 વર્ષ ની આસપાસ થઈ ગયા. એ કોઈ 1200 વર્ષ કે 3100 વર્ષ પહેલાં ની કાલ્પનિક પુસ્તકો ની કુંતી કે પાંડવો ની માતા નથી. જ્યારે સાગબારા ના રાજા હીરાજી ચૌહાણ આવ્યો ત્યારે તેને જોયું કે આદિવાસી અહીં યાહાંમોગીના સ્થાનકે આવી અનાજ ને પૂજે છે. ત્યારે હીરાજી ચૌહાણ દ્રારા આદિવાસી પહેરવેશ માં સોનાની મૂર્તિ મુકવામાં આવી. તેમ છતાં આદિવાસીઓ પૂજે તો અનાજ નેજ, પણ અનાજ ની દેવી નો એક આકાર આપી દેવામાં આવ્યો. હીરાજી ચૌહાણ ની વંશવેલો ત્યાં લખવામાં આવ્યો છે.આ હીરાજી ચૌહાણ એ મૂર્તિ એ રીતે સ્થાપિત કરી કે યાહામોગી માતા એ અમારી વહુ કહેવાય. એટલે આજે પણ તેના વંશજો એને વહુ માની પૂજા કરવા આવે છે. પરંતુ આજે પણ તેનો ચેહરો સામે થી જોવા દેવા માં આવતો નથી. જ્યારે તેઓ પૂજા માટે આવે છે ત્યારે તેઓના વચ્ચે સફેદ કાપડ ની દીવાલ કરવામાં આવે છે. ત્યાર બાદ રાજા ના પરિવાર વાળા તે મૂર્તિ ને નવડાવવા લઈ જવામાં આવે છે જેને "મોડો બાહ" કહેવામાં આવે છે. પછી બીજી વાર ગામ ના લોકો નવડાવવા લઈ જાય છે જેને "હાનો બાહ" કહેવામાં આવે છે. આમ શિવરાત્રી ના તહેવાર સાથે આદિવાસી કુળદેવી નું કોઈપણ જાતનો જોડાણ નથી. કે સંબંધ નથી. પરંતુ હીરાજી ચૌહાણ રાજા દ્રારા મૂર્તિ પ્રથા કરી અને વહુ માની મેળો કર્યો. ત્યાર થી આ પ્રથા ચાલે છે. એટલે યહાંમોગી માતાને હિન્દૂ દેવી દેવતા સાથે કે હિન્દૂ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. કેમકે એ કાલ્પનિક નહિ પરંતુ 200 300 વર્ષ પહેલાં સાક્ષાત રાણી રૂપમાં હતી. જેને આદિવાસીને જીવડાવવાનું કાર્ય કર્યું હતું.
 
દેવમોગરા ખાતે શિવરાત્રીના મેળાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ મળી બસો ફાળવવામાં આવે છે. છેલ્લા વર્ષથી મેળાના દિવસો માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તંત્ર દ્વારા ચોવીસ કલાક ચાલુ રહેતો નિયંત્રણ કક્ષ પણ શરુ કરવામાં આવે છે. સુલેહ શાંતિ અને સલામતી માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફીક પોલીસ, ઘોડેસવાર પોલીસ અને સમગ્ર નર્મદા જિલ્લાની પોલીસ અને પી.એસ.આઈ., ઈન્સ્પેકટર વગેરેનો પોલીસ નિયામકના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.