મણિશંકર રત્નજી ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬૨:
કાન્તના અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે- જેમ- કે સ્વીડનબોર્ગના બે અનુવાદો ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (૧૮૯૭) તથા ‘સ્વર્ગ અને નરક’ (૧૮૯૯), બાઈબલનાં બે પ્રકરણોના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેનો સ્વર્ગીય સિદ્ધાંત’ (૧૯૧૬) તથા ‘સેન્ટ જહોનનું ભાગવત’ (૧૯૨૩); તો કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે- જેમ કે ગ્યોથના ‘વિલ્હેમ માઇસ્ટર’ના એક પ્રકરણનો અનુવાદ ‘એક દેવીનો આત્મવૃત્તાંત’ (૧૮૯૭), ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિઅન નીતિશાસ્ત્ર’ (૧૯૧૨), ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટોકૃત ફીડ્રસ’ (૧૯૨૧). આ ઉપરાંત ‘પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર’ (૧૮૯૫) અને ‘ઇજિપ્ત’ (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથોના એમના અનુવાદો છે. એમનું અનુવાદસાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટીશ અને હિંદી વિક્રમ’ (૧૯૧૪-૧૯૧૯) તથા ‘ધ હાર્ટ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૫) સમાયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે.
 
=== પૂર્વાલાપ (૧૯૨૬૧૯૨૩) ===
{{મુખ્ય|પૂર્વાલાપ}}
ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું ‘[[સાગર અને શશી]]’ અત્યંત દ્યોતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું કાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસન્તવિજય’ તેમ જ ‘દેવયાની’ એ ચાર ખંડકાવ્યોમાં એનું સર્વાંગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઈન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભદ્યોતક અલંકાર-પ્રતીક-કલ્પનો દ્વારા આ ખંડકાવ્યો કેવળ પ્રસંગો નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતનો સંનિવેશ, ગ્રીક કરુણ નાટકોનો સંસ્કાર અને છાંદસ તરેહોનું અનોખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રયોજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.