સુર સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : સુરસાગર ગુજરાત રાજ્યનાં વડોદરા શહેર ના મધ્યમાં આવેલ તળાવ છે...
 
No edit summary
લીટી ૧:
સુરસાગર [[ગુજરાત]] રાજ્યનાં [[વડોદરા]] શહેર ના મધ્યમાં આવેલ તળાવ છે જે હરહંમેશ પાણી થી ભરપુર રહે છે. ચંદન તળાવના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદી માં બન્યું હતું જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝીક કોલેજને કારણે મળેલ છે. સુરસાગરના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકુવા બનાવેલ છે જેનાં કારણે અતિશય ગરમીનાં દિવસોમા પણ સુરસાગર પાણી વિહોણું થતું નથી. સુરસાગરના મધ્યમાં આશરે ૧૨૦ ફુટ ઉંચી ભગવાન શંકરની પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જેની દર મહાશિવરાત્રી પર્વે મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખુબ જ જાણીતું સ્થળ છે આખા વડોદરાનાં વિશાળ ગણપતિ ખાસ મોટી ક્રેનની મદદથી અહીં વિસર્જિત કરાય છે. સુરસાગરનું વિશ્વામિત્રી નદી સાથે પણ જોડાણ કરવામાં આવેલ છે જેથી અતિવૃષ્ટિ સમયે વધારાનું પાણી નદીમાં વહી જાય છે અને શહેર સુરક્ષિત રહે છે. હાલમાં અહીં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નૌકાવિહાર પણ શરુ કરવામાં આવેલ છે.