ખાખરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixed links
લીટી ૨૧:
'''ખાખરો''' અથવા '''કેસૂડો''' કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાસો એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.
 
તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૮-૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છે, તથા દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ૨.૫ સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫-૨૦ સે.મી. લાંબા કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫-૨૦ સે.મી. લાંબી અને ૪-૫ સે.મી. જાડી હોય છે.<ref name=rhs>હક્સલી, એ., ed. (૧૯૯૨). ''New RHS Dictionary of Gardening''. Macmillan ISBN 0-333-47494-5.</ref> તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. [[નવેંબરનવેમ્બર]] અથવા [[ડિસેંબરડિસેમ્બર]]માં પાદડાં ખરવા માંડે અને [[જાન્યુઆરિજાન્યુઆરી]]માં બધાં ખરી પડે છે. [[એપ્રિલ]] અથવા [[મે]] માસમાં નવાં પાન આવે તે પહેલા [[મહા]]-[[ફાગણ]] ([[ફેબ્રુઆરી]]-[[માર્ચ]])માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. <ref>ભગવ્દ્ગોમંડલ, સર ભગવદ સિંહજી</ref>
 
== ઉપીયોગ ==
લીટી ૬૧:
 
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:જીવ વિજ્ઞાનજીવવિજ્ઞાન]]
[[શ્રેણી:વૃક્ષ]]