પાલિ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૦:
 
== પાલિ ભાષાની વિશેષતાઓ ==
 
ભાષાની દૃષ્ટિએ જોતાં પાલિ મધ્યયુગીન ભારતીય આર્યભાષાનું એક રૂપ છે જેનો વિકાસ લગભગ ઈ.પૂ. છઠી શતાબ્દીના સમયમાં થયો એવું માનવામાં આવે છે. એ સમય પૂર્વેની આદિયુગીન ભારતીય આર્યભાષાનું સ્વરૂપ [[વેદ|વેદો]] તથા [[બ્રાહ્મણ|બ્રાહ્મણો]], [[ઉપનિષદ|ઉપનિષદો]] તેમ જ [[રામાયણ]], [[મહાભારત]] આદિ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, જેને વૈદિક તેમ જ સંસ્કૃત ભાષા કહે છે. આ પ્રાચીન ભાષાઓની અપેક્ષામાં મધ્યકાલીન ભાષાઓનો ભેદ મુખ્યત્વે નીચે દર્શાવેલ બાબતોમાં જોવા મળે છે : (૧) ધ્વનિમાં ઋ, લ્, ઐ, અને આ સ્વરોનો અભાવ, એ અને ઓના હ્રસ્વ ધ્વનિનો વિકાસ તથા શ્, ષ્, સ્ એ ત્રણે ય ઊષ્મોના સ્થાન પર કોઇ એકમાત્રાનો તથા સામાન્યત: સનો પ્રયોગ, વિસર્ગનો સર્વથા અભાવ તથા અસવર્ણસંયુક્ત વ્યંજનોને અસંયુક્ત બનાવવાનો અથવા સવર્ણ સંયોગમાં પરિવર્તિત કરવાની પ્રવૃત્તિ. (૨) વ્યાકરણની અપેક્ષામાં સંજ્ઞા તેમ જ ક્રિયાના રૂપોમાં દ્વિવચનનો અભાવ તથા પુલ્લિંગ અને નપુંસક લિંગમાં અભેદ તથા વ્યત્યય; કારકો અને ક્રિયારૂપોમાં સંકોચ, હલંત રૂપોનો અભાવ; કિયાઓમાં પરસ્મૈપદ, આત્મનેપદ તથા ભવાદિ, અદાદિ ગણોના ભેદનો લોપ.
 
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]