અથર્વવેદ

વિશ્વના સૌથી પ્રાચિન ગ્રંથો અને હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો એક અથર્વવેદ

અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે, જે અન્ય ત્રણ વેદો પછીથી લખાયો હોવાનું માનવામાં આવે છે.[૧][૨] અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે.[૩] વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. આ વેદમાં આવી કુલ ૫૯૮૭ ઋચાઓ છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ સંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલી છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મી સંહિતા સિવાયની બધી જ સંહિતા પદ્ય સ્વરૂપે રચાયેલી છે.[૪] ૨૦મી સંહિતામાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.

અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું

અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી હતી.[૫] અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે.[૬] વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.

અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે.[૭][૮] જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.[૯][૧૦]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Carl Olson (2007), The Many Colors of Hinduism, Rutgers University Press, ISBN 978-0813540689, pages 13-14
  2. Laurie Patton (1994), Authority, Anxiety, and Canon: Essays in Vedic Interpretation, State University of New York Press, ISBN 978-0791419380, page 57
  3. Laurie Patton (2004), Veda and Upanishad, in The Hindu World (સંપાદક: સુશિલ મિત્તલ અને જીન થર્સબી), Routledge, ISBN 0-415215277, page 38
  4. Maurice Bloomfield, The Atharvaveda, Harvard University Press, pages 1-2
  5. Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, pages 136-137
  6. Jan Gonda (1975), Vedic Literature: Saṃhitās and Brāhmaṇas, Vol 1, Fasc. 1, Otto Harrassowitz Verlag, ISBN 978-3447016032, pages 277-280, Quote: "It would be incorrect to describe the Atharvaveda Samhita as a collection of magical formulas"
  7. Michael Witzel (2003), "Vedas and Upaniṣads", in The Blackwell Companion to Hinduism (Editor: Gavin Flood), Blackwell, ISBN 0-631215352, page 68
  8. M. S. Valiathan. The Legacy of Caraka. Orient Blackswan. પૃષ્ઠ 22.
  9. Paul Deussen, Sixty Upanishads of the Veda, Volume 2, Motilal Banarsidass, ISBN 978-8120814691, pages 605-609
  10. Max Muller, The Upanishads, Part 2, Prasna Upanishad, Oxford University Press, pages xlii-xliii

બાહ્ય કડીઓ ફેરફાર કરો