અબ્દુસ સલામ (જ. ૨૯ જન્યુઆરી ૧૯૨૬, પંજાબ, પાકિસ્તાન (તે વખતનું હિન્દુસ્તાન) - અ. ૨૧ નવેમ્બર ૧૯૯૬, ઑક્સફર્ડ, ઈંગ્લૅન્ડ) પાકિસ્તાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની હતાં. તેઓને ૧૯૭૯નું ભૌતિકવિજ્ઞાનનું નોબૅલ પારિતોષિક, અન્ય બે વૈજ્ઞાનિકો સ્ટીવન વાઈનબર્ગ અને શેલ્ડન લી ગ્લાસો સહિત, એનાયત થયું હતું. આ પારિતોષિક તેમને એકીકૃત વિદ્યુત-મંદ સિદ્ધાંત (unified electro weak theory) ની શોધ માટે એનાયત થયેલું. આ સિદ્ધાંત દ્વારા તેમણે મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી મંદ-ન્યૂક્લિયર અને વિદ્યુત-ચુંબકીય આંતરક્રિયાઓને એકીકૃત કરેલી.[૧]

અબ્દુસ સલામ

સંદર્ભ ફેરફાર કરો

  1. છાયા, વિહારી (૨૦૦૭). "સલામ અબ્દુસ". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૨૬-૪૨૭.