અમદાવાદના દરવાજા ઇ.સ. ૧૪૧૧થી વિવિધ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બંધાયેલા દરવાજા છે.[૧][૨] આ દરવાજાને અનન્ય નામ અને ઈતિહાસ છે. લગભગ દરેક દરવાજાના નામ તેની આસપાસના વિસ્તારોના નામ પરથી પડેલ છે.[૩]

જૂના અમદાવાદના દરવાજા (૧૮૫૫માં)
બધાં અક્ષાંશ-રેખાંશ જુઓ: OpenStreetMap 
અક્ષાંશ-રેખાંશ માહિતી ડાઉનલોડ કરો: KML · GPX

ઈતિહાસ ફેરફાર કરો

અમદાવાદની સ્થાપના ૧૪૧૧માં અહમદશાહ દ્વારા પ્રાચીન શહેર આશાવલની ઉપર કરવામાં આવી હતી. તેણે પ્રથમ કિલ્લો ભદ્રનો કિલ્લો માણેક બૂર્જ પર બાંધ્યો હતો. ભદ્રના કિલ્લાને કિલ્લાના દરવાજા સિવાય આઠ દરવાજાઓ હતા. જ્યારે શહેરનો વિકાસ થયો ત્યારે, અહમદ શાહે બીજો કિલ્લો બાંધ્યો જે ૧૪૮૬માં મહમદ બેગડા દ્વારા વિસ્તારવામાં આવ્યો. બીજા કિલ્લાને ૧૨ મુખ્ય દરવાજાઓ અને અન્ય નાનાં દરવાજાઓ હતા. રેલ્વેના આગમન સાથે બ્રિટિશરોએ પરિવહનની સગવડતા માટે બીજા બે દરવાજાઓ બાંધ્યા. શહેરની કિલ્લાની દિવાલો તૂટતી જવાની સાથે આ દરવાજાઓ સ્મારક તરીકે રહી જવા પામ્યા.[૩][૪][૫]

દરવાજાઓ ફેરફાર કરો

મોટાભાગના લોકો માટે છે કે અમદાવાદને ૧૨ દરવાજાઓ હતા પણ કેટલાંક ઈતિહાસકારો સૂચવે છે કે ૧૬ હતા. પાછળથી સંશોધકોએ જાણ્યું કે અમદાવાદને ૨૧ દરવાજાઓ હતા.[૩]

ભદ્ર કિલ્લાના દરવાજા ફેરફાર કરો

ભદ્રના કિલ્લાને આઠ દરવાજાઓ હતા, ત્રણ મોટા, બે પૂર્વ દિશામાં અને એક દક્ષિણ-પશ્ચિમ ખૂણા પર; ત્રણ મધ્યમ, બે ઉત્તરમાં અને એક દક્ષિણમાં; અને બે નાનાં, પશ્ચિમમાં.

 
ભદ્રનો કિલ્લો
 
૧૮૮૦માં ત્રણ દરવાજાઓ

વિગતો: ઉત્તરની બાજુએ બે મધ્યમ દરવાજાઓ, એક જે ખાનપુર તરફ દોરી જતો હતો, અને બીજો મિર્ઝાપુર વોર્ડ તરફ હતો. પહેલો દરવાજો જે પહેલાં નાનો હતો એ, £૧૧ (રુપિયા ૧૧૦), ની કિંમતે ૧૮૬૦માં ૧૩ ફીટ પહોળા અને ૧૫ ફીટ ઊંચા દરવાજામાં ફેરવવામાં આવ્યો હતો, જેને દરવાજાઓ અથવા કમાનો હતી નહી; પૂર્વની બાજુએ બે, બંને મોટા દરવાજાઓ, લાલ દરવાજા (23°1′0.53″N 72°35′27.34″E / 23.0168139°N 72.5909278°E / 23.0168139; 72.5909278) ઉત્તર-પૂર્વે અને ભદ્રનો દરવાજો, જે પહેલાં પીરન પીરનો દરવાજો કહેવાતો હતો, (23°1′27″N 72°34′50″E / 23.02417°N 72.58056°E / 23.02417; 72.58056, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ક્રમાંક. N-GJ-2); દક્ષિણ બાજુએ, બે મધ્યમ માપનાં દરવાજાઓ, બારણાં વગર ૧૮૭૪માં આઝમ ખાન સરાઇની મધ્યમાં બાંધવામાં આવ્યા હતા. બીજો મોટો દરવાજો દક્ષિણ-પશ્ચિમે ૧૭૭૯માં ગણેશ બારી અથવા દરવાજો જે ૧૮ ફીટ પહોળો અને ૧૭ ફીટ ઊંચો હતો. તેનો બાંધકામ ખર્ચ £૯૨ (રુપિયા ૯૨૦) થયો હતો; તેને અપ્પાજી ગણેશ દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. પશ્ચિમ બાજુએ, બંને નાનાં દરવાજાઓમાં, દક્ષિણ-પશ્ચિમે પથ્થરનાં પગથિયાં સાથેનો રામ દરવાજો અને બરાદારી દરવાજો ઉત્તર-પૂર્વે હતો. વધુમાં ત્રણ દરવાજા (23°1′27″N 72°35′4″E / 23.02417°N 72.58444°E / 23.02417; 72.58444‌‌), પાછળથી શાહી મેદાનનાં પ્રવેશદ્વાર તરીકે બાંધવામાં આવ્યા હતા. બીજો સાલાપાસ દરવાજો (23°1′0.53″N 72°35′27.34″E / 23.0168139°N 72.5909278°E / 23.0168139; 72.5909278), જે રાણીઓ માટે હતો, જે નષ્ટ પામ્યો છે. ગણેશ દરવાજો એલિસ બ્રિજની નીચે નષ્ટ પામ્યો છે. લાલ દરવાજો, જે સીદી સૈયદની જાળી, ની સામે આવેલ છે, એ પણ નષ્ટ પામ્યો છે, પણ દિવાલનાં કેટલાક અવશેષો હજુ જોવા મળે છે.

બીજા કિલ્લાના દરવાજા ફેરફાર કરો

 
દિલ્હી દરવાજા
 
દરિયાપુર દરવાજા
 
રાયપુર દરવાજા
 
આસ્ટોડિયા દરવાજા

નીચેનાં બે દરવાજાઓ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા.

 
પ્રેમ દરવાજા
 
પાંચકુવા દરવાજા

અન્ય દરવાજા ફેરફાર કરો

  • ખરું દરવાજા - સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.
  • હલીમ દરવાજા - એકસમયે શાહપુરમાં આ દરવાજા ઉપસ્થિત હતા. સૈનિકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા.
 
શાહ-એ-આલમ દરવાજા ૧૮૮૦માં

આ સિવાય આજના અમદાવાદમાં ગોમતીપુર દરવાજા અને શાહ-આલમ દરવાજા પણ હાજર છે.

ચિત્રો ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Anjali H. Desai (November 2006). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૯૫. ISBN 978-0-9789517-0-2.
  2. "Ahmedabad civic body okays renovation plans for Walled City darwazas". The Times of India. ૧૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૫.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Rajput, Vipul; Patel, Dilip (૮ ફેબ્રુઆરી ૨૦૧૦). "CITY'S LOST GATES". Ahmedabad Mirror. AM. મૂળ માંથી 2013-04-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩.
  4. Pandya, Yatin (૨૩ જાન્યુઆરી ૨૦૧૧). "Ahmedabad gates: Residue of past or the pride of the present?". DNA. મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૫.
  5. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ 273–277.
  6. "Lost & found: City to get Mahuda Darwaza back". Ahmedabad Mirror. 21 March 2010. મેળવેલ 11 January 2015.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો