દટાયેલા મૃત સજીવો જ્યારે વિઘટન પામે છે ત્યારે તેમાંથી કુદરતી પ્રક્રિયાઓ થતાં અશ્મિય બળતણ કે ખનિજ બળતણ બનતું હોવાનું માનવામાં આવે છે, જોકે મૃત સજીવોનાં અશ્મિય બળતણમાં રૂપાંતરણ થવાની ક્રીયા લાખો વર્ષનો સમય અને કેટલાક દાખલાઓમાં ૬૫ લાખ કરતા વધારે વર્ષોનો સમય લઇ લેતી હોવાથી આ રૂપાંતરણનો માનવ કદી પણ સાક્ષી બની શકતો નથી. અશ્મિય બળતણ મોટેભાગે કાર્બન તત્વનું બનેલ હોય છે અને કોલસો, પેટ્રોલીયમ અને કુદરતી ગેસ આ બધા એના ઉદાહરણ છે.