આર્ય સમાજ

હિન્દુ ધાર્મિક સંગઠન

આર્ય સમાજ (સંસ્કૃત आर्य समाज), સ્વામી દયાનંદ દ્વારા 10 એપ્રિલ 1875માં શરૂ કરાયેલી હિંદુ સુધાર આંદોલન છે.[૧] તેઓ એક સન્યાસી હતા અને તેઓ વેદોની ક્યારેય નિષ્ફળ ન જનારી સત્તામાં માનતા હતા.દયાનંદે બ્રહ્મચર્ય(ચારિત્ર્યની શુદ્ધતા)ના આદર્શો પર વધારે ભાર મૂક્યો હતો. સમગ્ર વિશ્વમાં 30 થી 40 લાખ લોકો આર્ય સમાજને અનુસરે છે.

ઓમ - આર્ય સમાજનો સત્તાવાર ધ્વજ અને ચિન્હ
[3] [4]મ (ઓમ) આર્ય સમાજ દ્વારા માનવામાં આવતુ ભગવાનનું સૌથી ઉચ્ચ અને એકદમ યોગ્ય નામ.

આર્ય સમાજની સ્થાપના ફેરફાર કરો

વૈદિક શાળાઓ ફેરફાર કરો

1869 થી 1873 વચ્ચે ગુજરાતના એક રજવાડાના વતની સ્વામી દયાનંદે ભારતમાં સંકલ્પશક્તિ સાથે એક સ્પષ્ટ ચળવળના પ્રથમ પ્રયત્નની શરૂઆત કરી હતી. આ પ્રયત્નએ કેટલીક "વેદિક શાળાઓ"નું સ્વરૂપ ધારણ કર્યું જે તે સમયની સરકારી શાળાઓ કરતા એકદમ અલગ હતી. તેમાં વિદ્યાર્થીઓને વેદિક મૂલ્યો, સંસ્કૃતિ અને ધર્મનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પહેલી વૈદિક શાળાની સ્થાપના ફારૂખાબાદમાં 1869માં થઇ હતી જેમાં પ્રથમ વર્ષમાં 50 વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા હતાં. શરૂઆતની સફળતાથી દોરાઇને ઝડપથી એક પછી એક ચાર બીજી શાળા મિર્ઝાપુર (1870), કાસગંજ (1870), છલેસર (1870) અને વારાણસી (1873)માં સ્થપાઇ હતી.


વૈદિક શાળાઓમાં સૌપ્રથમવાર સ્વામી દયાનંદના ધાર્મિક અને સામાજિક જાગૃતિની દ્રષ્ટિનો વ્યવહારૂ અમલ શરૂ થયો. તેમણે મિશ્ર વિચારને સ્વીકાર્યો હતો. બીજી તરફ, વિદ્યાર્થીઓને શાળામાં પારંપરિક મૂર્તિ પુજા ની અનુમતિ આપવામાં આવતી નહોતી, અને તેની જગ્યાએ તેઓ સંધ્યા (વેદમાંથી લીધેલા મંત્રો દ્વારા થતી ધ્યાનસ્થ પ્રાર્થના) કરતા હતા અને દિવસમાં બે વાર અગ્નિહોત્ર માં ભાગ લેતા હતા. શિસ્તને લગતા પગલાઓ ઝડપી લેવાતા પણ તે ખૂબ જ કઠોર ન હતા આ ઉપરાંત, વિદ્યાર્થીઓને જમવાનું, કપડા, પુસ્તકો મફતમાં આપવામાં આવતું હતું અને બ્રાહ્મણ ન હોય તે લોકો પણ સંસ્કૃતનો અભ્યાસ કરી શકતા હતા. આ શાળાઓનું સૌથી નોંધપાત્ર લક્ષણ હતું કે વેદની સત્તાનો સ્વીકાર કરે તે પાઠ્ય પુસ્તકો જ ભણાવવામાં આવતાં હતાં. ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા સાથેની વેદિક સંસ્કૃતિ સ્થાપવા તે જરૂરી હતું.

પ્રાથમિક તથા વ્યવસ્થાજન્ય સમસ્યાઓને કારણે વેદિક શાળાઓ જલ્દી જ મુશ્કેલીમાં આવી ગઇ હતી. સ્વામી દયાનંદને લાયકાતવાળા અને તેમના મંતવ્યો તથા ધાર્મિક જાગૃતિમાં માનનારા શિક્ષકો શોધવામાં ઘણી મુશ્કેલી પડવા લાગી હતી, સાથે જ વેદિક સંસ્કૃતિને લગતા પાઠ્ય પુસ્તકોની પણ તંગી હતી. ભંડોળ ઓછુ મળતું હતું, હાજરીમાં નોંધપાત્ર વધ-ઘટ થતી હતી અને વિદ્યાર્થીઓની સિદ્ધિ તરીકે સ્પષ્ટ પરિણામો જોવા મળતા નહોતા. તેથી કેટલીક શાળાઓ શરૂ થયાના થોડાક જ સમયમાં બંધ કરવાની ફરજ પડી હતી. 1874ની શરૂઆતમાં, સ્વામી દયાનંદને સ્પષ્ટ સમજાઇ ગયું કે લોકો તરફથી પુરતો અને બહોળા પ્રમાણમાં સહકાર ન મળે ત્યાં સુધી વેદિક શિક્ષણ આપતી શાળાઓ સ્થાપવાનું કામ અશક્ય છે. તેથી તેમણે પોતાના મોટાભાગના સ્રોતનો ઉપયોગ સ્પષ્ટ નિરૂપણ તેમજ સુધારાના તેમના સિદ્ધાંતોનો બહોળો પ્રચાર થાય તે માટે કરવાનું નક્કી કર્યું. સ્વામી દયાનંદનું સંપૂર્ણ ધ્યાન ન મળવાને કારણે વેદિક શાળા વ્યવસ્થા જલ્દી જ પડી ભાંગી, અને છેલ્લી બચેલી શાળા(ફારૂખાબાદ) 1876માં મુસ્લિમોના તાબામાં આવવાને કારણે બંધ થઇ હતી.

આદિ બ્રહ્મો સમાજ ફેરફાર કરો

પ્રવાસ કરતી વખતે(1872- 1873) સ્વામી દયાનંદ તે યુગના કેટલાંક પશ્ચિમી તરફી ભારતીય વિદ્યાનોના પરિચયમાં આવ્યા તેમાં નવિન ચંદ્ર રોય, રાજનારાયણ બાસુ, દેબેન્દ્રનાથ ટાગોર અને હેમેન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થાય છે અને તેઓ બધા બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા હતા. આ સુધારાવાદી સંગઠનની સ્થાપના 1828માં થઇ હતી, જે સ્વામી દયાનંદના કેટલાંક મંતવ્યો ધરાવતું હતું જેમાં ધાર્મિક(જેમકે, એકેશ્વરવાદમાં માન્યતા અને આત્માની શાશ્વતા) અને સમાજિક(જેમકે વશં પરંપરાગત રીતે ચાલી આવતી જાતિ પ્રથાની નાબૂદી અને શિક્ષણ દ્વારા લોકોની ઉન્નતિ). દેબેન્દ્રનાથ ટાગોરે બ્રહ્મો ધર્મ ના નામથી એક પુસ્તક લખ્યું હતું, જેમાં તે સમાજનાં સભ્યો માટે ધર્મ અને તેના સિદ્ધાંતોની સર્વગ્રાહી માહિતી આપવામાં આવી હતી, અને સ્વામી દયાનંદ કોલકાતામાં હતા ત્યારે તેમણે આ પુસ્તક વાંચ્યું હતું.

સ્વામી દયાનંદને બ્રહ્મો સમાજમાં જોડાવાની ખાતરી થાય તેવી એક કરતા ઘણી બાબતો હતી છતાં કેટલાંક એવા વિવાદાસ્પદ મુદ્દાઓ પણ હતાં જેને સ્વામી અવગણી શકતા નહોતા, તેમાં સૌથી વધુ મહત્વનું હતું વેદોની સ્થિતિ. સ્વામી દયાનંદે દૈવી સાક્ષાત્કાર માટે વેદો અપનાવ્યા હતા અને તેનાથી વિપરિત કોઇપણ સૂચનો અપનાવવા તેઓ તૈયાર નહોતા. મંતવ્યોમાં મતભેદ હોવાછતાં બ્રહ્મો સમાજના સભ્યો સ્વામી દયાનંદથી સારી રીતે છૂટા પડ્યા હતાં, તેમણે કેટલાંક વર્તમાનપત્રોમાં સ્વામી દયાનંદની કોલકાતાની મુલાકાતની સરાહના કરી હતી.

સત્યનો પ્રકાશ ફેરફાર કરો

કોલકાતાની મુલાકાત બાદ સ્વામી દયાનંદે હિંદુ સમાજમાં સુધારા લાવવાના પોતાના દ્રષ્ટિકોણમાં ફેરફાર કર્યો હતો. સૌથી મહત્વનો બદલાવ હતો કે તેમણે હિંદીમાં ભાષણ આપવાનું શરૂ કર્યું. બંગાળના પ્રવાસ પહેલા સ્વામી હંમેશા પોતાના ભાષણ સંસ્કૃતમાં આપતા હતા. આના કારણે કેટલાંક વિદ્વાન અને સામાન્ય માણસોમાં તેમના પ્રત્યેના આદર સન્માનમાં અમુક હદે વધારો થયો હતો પણ વિશાળ સમુદાય સુધી તેમની વાત પહોંચી શકતી નહોતી. પણ હિંદીમાં ભાષણ આપવાને કારણે તેમના વિચાર વધુ લોકોને આકર્ષી શક્યા અને તેના પરિણામ સ્વરૂપે તેમનો સુધારણાનો વિચાર સમાજના નીચના સ્તરના લોકો સુધી પણ પહોચવાની શરૂઆત થઇ.


વારાણસીમાં અપાયેલા સ્વામી દયાનંદના કેટલાંક ભાષણો સાંભળ્યા બાદ ત્યાના એક સરકારી અધિકારી રાજ જયકિશન દાસે સૂચવ્યું કે સ્વામીએ તેમના વિચારો એક પુસ્તકમાં પ્રકાશિત કરવા જોઇએ જેથી લોકોમાં તેનો પ્રચાર શરૂ થાય. હેતુની સ્પષ્ટતા તેમજ લોકોના સ્પષ્ટ સહકારના અભાવે વેદિક શાળાઓના થયેલા પતનને જોયા બાદ સ્વામી દયાનંદ દાસના સૂચનની અનિવાર્યતાને સમજી શક્યા અને તે દિશામાં તાત્કાલિક કામ શરૂ કર્યું. જૂન થી સપ્ટેમ્બર 1874માં સ્વામી દયાનંદે આપેલા ભાષણોની શૃંખલાનું લખાણ કરવાનો આદેશ પંડિત ભીમસેન શર્માને આપ્યો, જે ભગવાન, વેદો, ધર્મ, આત્મા, વિજ્ઞાન, ફિલસૂફી, બાળઉછેર, શિક્ષણ, સરકાર અને ભારત તથા વિશ્વના શક્ય ભવિષ્ય વિશેના સ્વામીના મંતવ્યો તથા માન્યતાઓને આધારિત હતાં. તેના પરિણામ સ્વરૂપ હસ્તપ્રત 1875માં વારાણસીમાં સત્યાર્થ પ્રકાશ અથવા ધ લાઇટ ઓફ મિનિંગ ઓફ ટ્રુથના નામ હેઠળ પ્રકાશિત થઇ હતી. આ વિશાળ કૃતિ સંગઠનની સ્થાપના અને પાછળના વિકાસમાં કેન્દ્રની ભૂમિકા ભજવી હતી જે પાછળથી આર્ય સમાજના નામથી જાણીતું બન્યું હતું.

નવો સમાજ'નો પ્રથમ પ્રયાસ ફેરફાર કરો

સત્યાર્થ પ્રકાશની પ્રતનું વારાણસીમાં સંપાદન થઇ રહ્યું હતું ત્યારે સ્વામી દયાનંદને વલ્લભાચાર્ય સંપ્રદાયના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા મુંબઇના પ્રવાસનું આમંત્રણ મળ્યું હતું. સ્વામી 20 ઓક્ટોબર, 1874ના રોજ મુંબઇ પહોંચ્યા હતાં. આ ચર્ચાની ઘણી જાહેરાત થઇ હતી પણ તે નકામી નિવડી. આમ છતાં, પ્રાર્થના સમાજના બે સભ્યોએ સ્વામી દયાનંદનો સંપર્ક કર્યો અને તેમની એક સભામાં કેટલાંક ભાષણો આપવા તેમને આમંત્રણ આપવામાં આવ્યું, જેની હાજર રહેલા દરેક વ્યક્તિએ કદર કરી હતી. મુંબઇની પ્રાર્થના સભાનાં સભ્યો સ્વામી દયાનંદને તેમના હેતુઓના પ્રોત્સાહન માટે જરૂરી જ્ઞાન અને કુશળતાઓ ધરાવતા વ્યક્તિ તરીકે જોતા હતા, જેમાં સૌથી મોટી અને સર્વગ્રાહી વાત હિંદુ સમાજની ઉન્નતિની હતી અને હિંદુઓને વટલાવવાના ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના પ્રયત્નોના વધતા ભયનું તેમને ભાન કરાવવાનો હતો. મુંબઇમાં એક મહિના કરતા વધુ સમય પસાર કર્યા બાદ સ્વામી દયાનંદને 60 નવા વિદ્યાર્થીઓ મળ્યા જેમાં પ્રાથના સમાજના જાણીતા સભ્યોએ સ્વામી દયાનંદના ધાર્મિક અને બૌદ્ધિક વિચારોને આધારે નવા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ પ્રગટ કર્યો હતો.

અમદાવાદમાં બીજો પ્રયાસ ફેરફાર કરો

ગોપાલરાવ હરિ દેશમુખનું વ્યક્તિગત આમંત્રણ મેળવ્યા બાદ સ્વામી દયાનંદે મુંબઇ છોડી અમદાવાદ, ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો, તેઓ 11 ડિસેમ્બર 1874ના દિવસે ત્યાં પહોંચ્યાં. એકવાર ત્યાં પહોચ્યાં બાદ તેમણે વેદોના મુદ્દા પર સ્થાનિક પંડિતો સાથે ચર્ચા કરી હતી અને તેમાં જીત મેળવી હતી. એવું જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં સમાજ તેમજ વેદિક શાળાઓની સ્થાપના માટે ચર્ચાની સફળતાનો ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો, પણ એવું જાણવા મળ્યું હતું કે આ પ્રકારના સાહસ માટે પુરતો સહકાર અને સમર્થન મળ્યું નહોતું.

રાજકોટમાં પ્રારંભિક સફળતા ફેરફાર કરો

પ્રાર્થના સમાજના સ્થાનિક સેક્રેટરી હરગોવિંદ દાસ દ્વારકા દાસના નિમંત્રણ પર સ્વામી દયાનંદે ગુજરાતનારાજકોટનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું અને તેઓ 31 ડિસેમ્બર, 1874ના દિવસે અહી પહોચ્યાં. જોકે, પોતાના નક્કી કરેલા ભાષણનો પ્રોગ્રામ આપવાની જગ્યાએ તેમણે દર્શકગણોને તેઓ જેના વિશે જાણવા માંગતા હોય તે વિષયો પસંદ કરવાનું કહ્યું હતું. કુલ આઠ વિષયો પસંદ કરવામાં આવ્યા અને દયાનંદે તેના પર શીઘ્ર ભાષણો આપ્યા તેમજ તે દરેક ભાષણથી હાજર રહેલા દરેક વ્યક્તિને ઘણો સંતોષ થયો હતો. સ્વામીએ આપેલા વિદ્વતાપૂર્ણ ભાષણના સંભારણા રૂપે તેમના પર ભેટની વર્ષા થઇ હતી, અને એવી જાહેરાત થઇ હતી રાજકોટ પ્રાર્થના સમાજ હવે પછી બરખાસ્ત થઇ જશે અને સ્વામી દયાનંદના આશિર્વાદ હેઠળ એક નવા સમાજ તરીકે ઓળખ પામશે. ઘણાં વિચાર વિમર્શ બાદ સ્વામીએ ‘આર્ય સમાજ’ અથવા ‘સોસાયટી ઓફ નોબલ્સ’નું નામ પસંદ કર્યું હતું. સ્વામી દયાનંદે રાજકોટ આર્ય સમાજ માટે 28 નિયમોની યાદી પોતે બનાવી હતી અને ત્યારબાદ તેને વહેચવા માટે મુદ્રણ કરાવવામાં આવ્યું હતું.

અમદાવાદમાં નિષ્ફળતા ફેરફાર કરો

મુંબઇ પાછા ફરતી વખતે સ્વામી દયાનંદ અમદાવાદમાં રોકાયા હતા અને હાજર રહેલા લોકોને રાજકોટ, ગુજરાતમાં વહેચવામાં આવેલી નિયમોની યાદી વિશેના સમાચાર જણાવ્યા હતાં. બેઠક 27મી જાન્યુઆરી, 1875ના રોજ યોજાઇ હતી અને તેમાં ત્યાં આર્ય સમાજ સ્થાપવાની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી હતી, છતાં કોઇ આખરી નિર્ણય લેવાઇ શક્યો નહોતો. વિચારવિમર્શનો અંત આવે ત્યા સુધી રાહ જોવાની ઇચ્છા ન હોવાને કારણે સ્વામી દયાનંદે મુંબઇ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. પ્રવાસ કરતી વખતે સ્વામીને જાણવા મળ્યું કે હજુ નાજુક પરિસ્થિતિમાં રહેલો રાજકોટ આર્ય સમાજ કોઇ રાજકીય વિવાદમાં સપડાઇ ગયો હતો અને સમાજ તેમજ તેના સભ્યો વિરૂદ્ધ સરકારી ચેતવણી મોકલવામાં આવી હતી. આ રીતે હાલમાંજ સ્થપાયેલા સમાજ પર તેના કકડભૂસ થવાનું જોખમ તોળાઇ રહ્યું હતું.

મુંબઇમાં મોટી સફળતા ફેરફાર કરો

સ્વામી દયાનંદ 29 જાન્યુઆરી, 1875ના દિવસે મુંબઇ પહોંચ્યા હતાં, અને ત્યાં તાત્કાલિક આર્ય સમાજ સ્થાપવાની દરખાસ્ત આવી હતી. જોકે, સ્વામી ખાતરી મેળવવા ચર્ચા વધુ લંબાવીને અમદાવાદમાં થયું તેમ કરવા માંગતા નહોતા, તેમાં અનંત ચર્ચાની શક્યતા રહેલી હતી. આ રીતે, સભ્યપદનું કામ શરૂ થયું જેના કારણે ચર્ચાની જરૂરિયાતને પાછળ ઠેલવામાં આવી, ટૂંક સમયમાં, 100 જેટલા લોકો અપેક્ષિત સભ્યો તરીકે પસંદ કરવામાં આવ્યા. સભ્યો લેવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્વામી દયાનંદે મુંબઇમાં જાણીતા ઉપાસકમંડળ સાથે ચર્ચા કરી હતી. દર્શકોમાંથી કોઇએ સ્વામીને પૂછ્યું, "શું આપણે નવો સમાજ સ્થાપી શકીએ?” દયાનંદે તેનો જવાબ આપ્યો.

If you are able to achieve something for the good of mankind by a Samaj, then establish a Samaj; I will not stand in your way. But if you do not organize it properly, there will be a lot of trouble in the future. As for me, I will only instruct you in the same way as I teach others, and this much you should keep clearly in mind: my beliefs are not unique, and I am not omniscient. Therefore, if in the future any error of mine should be discovered after rational examination, then set it right. If you do not act in this way, then this Samaj too will later on become just a sect. That is the way by which so many sectarian divisions have become prevalent in India: by making the guru’s word the touchstone of truth and thus fostering deep-seated prejudices which make the people religion-blind, cause quarrels and destroy all right knowledge. That is the way India arrived at her sorry contemporary state, and that is the way this Samaj too would grow to be just another sect. This is my firm opinion: even if there be many different sectarian beliefs prevalent in India, if only they all acknowledge the Vedas, then all those small rivers will reunite in the ocean of Vedic Wisdom, and the unity of dharma will come about. From that unity of dharma there will result social and economic reform, arts and crafts and other human endeavors will improve as desired, and man’s life will find fulfillment: because, by the power of that dharma all values will become accessible to him, economic values as well as psychological ones, and also the supreme value of moksha.

10મી એપ્રિલ 1875માં બોમ્બે આર્ય સમાજની સત્તાવાર સ્થાપના થઇ હતી. સ્વામી દયાનંદ સહિત સભ્યોની સંખ્યા 100 હતી. સભ્યોએ સ્વામીને દરખાસ્ત કરી કે તેમણે સમાજના પ્રમુખ અથવા ગુરૂ તરીકે સેવા આપવી જોઇએ, પણ તેમને વિનમ્રતાથી ના પાડી દીધી, અને વિનંતી કરી કે તેમને નિયમિત સભ્ય તરીકે યાદીમાં સ્થાન આપવામાં આવે.


આર્ય સમાજના સિદ્ધાંતો ફેરફાર કરો

24મી જૂન 1877માં, બીજો મોટો આર્ય સમાજ લાહોરમાં સ્થપાયો હતો. જોકે, દયાનંદે રાજકોટ આર્ય સમાજ માટે 28 નિતિ નિયમોની યાદી બનાવી હતી અને જે મુંબઇ આર્ય સમાજ માટે પણ માન્ય રાખવામાં આવી હતી તેને વધુ પડતી જટિલ ગણવામાં આવી. તેથી એવી દરખાસ્ત થઇ હતી કે સિદ્ધાંતો ઓછા અને સરળ બનાવવા જોઇએ, જ્યારે નિયમો અલગ દસ્તાવેજ તરીકે તેમાંથી હટાવવા જોઇએ. સ્વામી દયાનંદ સહિત દરેક વ્યક્તિની હાજરીમાં સહમતી સાધવામાં આવી અને જે આજે સમગ્ર વિશ્વમાં જાણીતા આર્ય સમાજના 10 સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા. આર્ય સમાજની દરેક સ્થાપિત શાખાઓ આ સિદ્ધાંતો પર સ્થપાઇ હતી.

જોકે, સમાજની દરેક નવી શાખાનું સંચાલન કયા નિયમોને આધારે થશે તે નક્કી કરવાની અમુક હદ સુધીની સ્વતંત્રતા તેને આપવામાં આવતી હતી. સમાજના સભ્ય બનવાની ઇચ્છા રાખનાર દરેક વ્યક્તિએ તે આ સિદ્ધાંતો જાળવશે તે વાત સાથે ચોક્કસ સહમત થવું પડતું હતું. જોકે, આ દસ સિદ્ધાંતોથી ઉપરાંત આર્યસમાજના કોઇપણ સભ્ય પર બીજુ કોઇ બંધન નહોતું. આ કારણે, પહેલા વિવિધ ધર્મ સંપ્રદાયના લોકો સમાજ તરફ આકર્ષાતા હતાં. અને ભારતીય સમાજના ધર્માંન્તરિત થયેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી અને મુસલમાન લોકો સારા પ્રમાણમાં તેમાં જોડાયા હતા. આ સિદ્ધાતોમાંથી તાર્કિક તારણો બહાર કાઢીએ તો આર્ય સમાજ સ્પષ્ટ રીતે દેવપૂજા, મૂર્તિ પૂજા, પ્રાણીઓની બલી, પિતૃ પૂજા, ધાર્મિક જાત્રા, સંતપૂજા, ભગવાનના અવતાર અથવા પુનર્જન્મની માન્યતાઓ, જાતિવાદ, છૂત-અછૂત, અને બાળ લગ્નને વખોડે છે કારણ કે તેને વેદિક સમર્થન મળતું નથી.

આર્ય સમાજ અને થિયોસોફિકલ સોસાયટી ફેરફાર કરો

1877 થી 1882 સુધી આર્ય સમાજ અને થિયોસોફિકલ સોસાયટી વચ્ચેના સંબંધના પ્રકાર અંગેનો વિવાદ સતત ચાલતો હતો. આજે આર્ય સમાજના સભ્યો એક પછી એક બનતા પ્રસંગોની નોંધ પરથી સમજી શકે છે. (થિયોસોફિકલ સોસાયટીની આવૃત્તિ માટે, આર્ય સમાજની થિયોસોફિકલ સોસાયટી અંગેનો લેખ જુઓ.)


શરૂઆતનો સંબંધ ફેરફાર કરો

 
એચ.એસ. અલકોટ, થિયોસોફિકલ સોસાયટીના પહેલા પ્રમુખ.

1877માં, અમેરિકામાં 1877માં સ્થપાયેલી થિયોસોફિકલ સોસાયટીના અગ્રણી સભ્યો અને તેજ વર્ષે સ્થાપિત બોમ્બે આર્ય સમાજમાં હાજર રહેલા વ્યક્તિ મુલજી થાકરશી વચ્ચે બેઠક થઇ હતી. વાતચીતમાં સ્પષ્ટ થયું હતું કે બન્ને સમાજમાં ઘણાં મંતવ્યો એકસરખા છે, અને તેમના આગેવાનોને નિકટના સંપર્કમાં લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. પરિણામે, ન્યુ યોર્ક થિયોસોફિકલ સોસાયટીના સહ સ્થાપક હેનરી સ્ટીલ અલકોટ અને બોમ્બે આર્ય સમાજના કાર્યકારી પ્રમુખ હરીશ ચંદ્રા ચિંતામણી વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો હતો. ચિંતામણીના સૂચનથી અલકોટે 18 ફેબ્રુઆરી, 1878ના રોજ સ્વામી દયાનંદને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમાં બીજી બાબતો ઉપરાંત નીચે મુજબની નોંધનીય વાત ઉમેરવામાં આવી હતીઃ


There exist a number of Americans and others who earnestly seek spiritual knowledge. They place themselves at your feet and pray you [sic] to enlighten them. They are united in the object of gaining wisdom and becoming better. For this purpose they organized themselves into a body called the Theosophical Society three years ago. Finding in Christianity nothing that should satisfy their reason or intention they (…) have turned to the East for light and openly proclaimed themselves foes of Christianity. We come to your feet as children to a parent and say: ‘Look at us, our teacher. Tell us what we ought to do. We place ourselves under your instructions.’

તેમના તરફથી હકારાત્મક જવાબ મળશે કે નહી તેની રાહ જોયા વગર થિયોસોફિકલ સોસાયટીના આગેવાનોએ પોતાના સંગઠનને આર્ય સમાજની શાખા તરીકે ફરી સ્થાપિત કરવાની પોતાની યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું. 22 મે 1878ના દિવસે થિયોસોફિકલ સોસાયટીનું ફરી નામકરણ કરીને તેને "ધ થિયોસોફિકલ સોસાયટી ઓફ ધ આર્ય સમાજ ઓફ આર્યવર્તા" નામ આપવામાં આવ્યું હતું અને સ્વામી દયાનંદને તેના ડાયરેક્ટર ઇન ચીફ જાહેર કરવામાં આવ્યાં હતાં.

પુનઃવિચાર અને પુનઃસંગઠન ફેરફાર કરો

થિયોસોફિસ્ટોનું આ એકપક્ષીય પગલુ આગળ જતા ખોટુ પુરવાર થયું હતું. અલકોટના વેદોમાં વિશ્વાસને હકારાત્મક રીતે લેવામાં આવ્યું હતું અને એક કરતા વધુ વખત જાહેરમાં સ્વામી દયાનંદે તેના વખાણ કર્યા હતા. જ્યારે તેમને થિયોસોફિસ્ટની માન્યતા વિશે જાણ્યું જેમાં ભૂત, પ્રેતાત્માની ક્ષમતાઓ, ચમત્કારો, અને બીજી ગૂઢ બાબતોમાં માન્યતાને જોતા સ્વામીએ શિક્ષકની ભૂમિકા લીધી, અને તાત્કાલિક અલકોટને સલાહ આપી કે આ બધુ હંબગ અને અંધશ્રદ્ધા છે તેમજ સત્યની ઇચ્છા રાખનાર માટે બરાબર નથી. જોકે, થિયોસોફિસ્ટ આ બાબતોમાં પોતાનો વિશ્વાસ છોડવા તૈયાર નહોતા, અને આ બન્ને સમાજ વચ્ચે ખાઇને કારણે તેની સાથે જોડાયેલા લોકોમાં બે ભાગ પડી ગયા. સપ્ટેમ્બર 1878માં, થિયોસોફિકલ સોસાયટી પહેલાની જેમ સ્વાવલંબી સંગઠન બન્યું. જોકે, તેની સાથેજ એક બીજુ સંગઠન રચાયું જેને જાણીતું નામ 'ધ થિયોસોફિકલ સોસાયટી ઓફ ધ આર્ય સમાજ ઓફ આર્યાવર્તા' રાખવામાં આવ્યું હતું. થિયોસોફિકલ સોસાયટી અને આર્ય સમાજની સામાન્ય શાખા બની રહેલા નવા સમાજના સભ્યો દ્વારા એવી સંમતિ સાધવામાં આવી હતી કે બન્ને સમાજ સાથે જોડાઇ રહેવા માંગતા લોકો માટે તે શાખા હંમેશા ખુલ્લી રહેશે.


સમાધાન ન થઇ શકે તેવા મતભેદો ફેરફાર કરો

 
હેલેના બ્લાવસકી, થિયોસોફિકલ સોસાયટીના સહ સ્થાપક.

જોકે, આ કામચલાઉ ઉકેલ વધતા મતભેદોને દૂર કરવા અસક્ષમ સાબિત થયા હતા. 1879 થી 1881 વચ્ચે, થિયોસોફિકલ સોસાયટીના સ્થાપકો હેનરી અલકોટ અને હેલેના બ્લાવાસ્કી પોતાની ભારત યાત્રા દરમિયાન કેટલીક વાર સ્વામી દયાનંદને મળ્યા હતા. તેમની ચર્ચાઓ અને પત્રવ્યવહાર દ્વારા તે સ્પષ્ટ થઇ ગયું કે બન્ને સમાજ વચ્ચેના મતભેદો પહેલા માનવામાં આવતા હતા તેટલા નથી, અમુક નાની બાબતો સાથે તે મર્યાદિત છે, પણ વેદિક ધર્મની મુખ્ય માન્યતાઓ રૂપ સ્વામીના મંતવ્યોને વિસ્તૃત કરવામાં આવ્યા હતા. વિવાદનો મુખ્ય મુદ્દો ભગવાનના સ્વરૂપને લઇને હતો. થિયોસોફિસ્ટોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરમ દિવ્યતા અવૈયક્તિક સિદ્ધાંત છે, સ્વામી દયાનંદે જણાવ્યું હતું કે વેદો અને તેની સાથે સંકળાયેલુ સાહિત્ય સ્પષ્ટ પણ જણાવે છે કે ભગવાન વૈયક્તિક છે, તેમના શબ્દોમાં કહીએ તો, "તે અસ્તિત્વ, જ્ઞાન અને સુખનું વ્યક્તિકરણ છે". આમ, બન્ને સંગઠનને જુદા પાડતી રેખા સ્પષ્ટ જણાઇ આવી હતી અને કોઇપણ પક્ષને પોતાના મંતવ્યો અંગે ફેરવિચારણાની જરૂર જણાતી નહોતી. માટે, 28 માર્ચ 1882ના રોજ સ્વામી દયાનંદે જાહેરાત કરી હતી કે આર્ય સમાજે સત્તાવાર રીતે થિયોસોફિકલ સોસાયટી સાથેના જોડાણો કાપી નાખ્યા છે.


એવુ માનવામાં આવે છે કે થિયોસોફિકલ સોસાયટી અને આર્ય સમાજ વચ્ચે ઉભી થયેલી ઘણી સમસ્યાઓ અને ત્યારબાદ ઉભા થયેલા મતભેદો વ્યક્તિગત ગુંચવાડા અને ખોટી રીતે થયેલી અભિવ્યક્તિને કારણે હતા. ઘણીવાર બન્ને પક્ષોએ પોતાને ખોટી રીતે લેવાયા હોવ તેવો દાવો કર્યો હતો અને બન્ને પક્ષનો આરોપ હતો કે સામેનો પક્ષ નિષ્ફળતા માટે જવાબદાર છે. થિયોસોફિકલ સોસાયટી અને આર્ય સમાજ વચ્ચેના બ્રહ્મ વિદ્યા અને સૈદ્ધાંતિક મતભેદો આજ સુધી ચાલી રહ્યા છે.

શીખ સાથેના સંબંધો ફેરફાર કરો

1875માં, આર્ય સમાજ પંજાબમાં સ્થપાયો હતો અને તેના કેટલાંક સભ્યોએ જાહેરમાં પ્રચાર શરૂ કર્યો કે શીખ ધર્મ તે હિંદુ ધર્મમાંથી ભ્રષ્ટ થયેલો છે[૨][૩] અને શીખ ગુરૂ તેમજ તેમના લખાણના સંદર્ભમાં અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી.[૨][૩][૪] શીખ સંપ્રદાયના આગેવાનો દ્રઢ પણે પોતાના ધર્મનું સ્વતંત્ર[૫] અને અનોખુ[૬] પદ જાળવી રાખવા માંગતા હતા અને આર્ય સમાજના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિધાનોને શીખ ધર્મની ઓળખ મિટાવી નાખવા માટે ઉગ્રતામાં કરવામાં આવેલુ કૃત્ય ગણી તેની સખત નિંદા કરવામાં આવી[૪]. વધુમાં સ્વામી દયાનંદે ગુરૂ નાનક દેવને "દંભી" કહ્યા હતા. એવો પણ આરોપ કરવામાં આવ્યો હતો કે કેટલાંક શીખ ગુરૂદ્વારામાં સક્રિય ભૂમિકા ભજવી રહેલો આર્ય સમાજ કેટલીક એવી પ્રવૃત્તિઓ કરે છે[૭] જે શીખ સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે અને તેમનું વર્તન શીખ ધર્મની આસ્થા માટે હાનિકારક હતો. તેના જવાબમાં, આર્ય સમાજની અસરોનો વિરોધ કરવા તેમજ શીખ ગુરૂદ્વારામાં શાંતિમય અંકુશ જાળવી રાખવા સંગઠિત પ્રયત્નો જેમકે સિંઘ સભા અને ગુરૂદ્વારા સુધાર ચળવળ કરવામાં આવ્યાં હતાં.

નોંધ ફેરફાર કરો

  1. Hastings, James (2003). Encyclopedia of Religion and Ethics, Part 3. Kessinger Publishing. પૃષ્ઠ 57. ISBN 076613671X. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ મન, ડો. જે. એસ. એટ એલ. ધાર્મિક મર્યાદાઓનું અતિક્રમણ
  3. ૩.૦ ૩.૧ Dayananad, Swami (1908). Styarth Prakash. Garland Publishing.
  4. ૪.૦ ૪.૧ "Singh Sabha". Sikh Educational and Religious Foundation. મૂળ માંથી 2008-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-23.
  5. Chahal, Dr. Devindar Singh (2006). "Is Sikhism a Unique Religion or a Vedantic Religion". Understanding Sikhism - the Research Journal. 8 (1): 3–5. Unknown parameter |month= ignored (મદદ); Cite has empty unknown parameter: |coauthors= (મદદ); |access-date= requires |url= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. Singh, Dr. Baldev (2006). "Contrasting the Uniqueness of Sikhism with Christianity". Understanding Sikhism. 8 (1): 32–38. Unknown parameter |month= ignored (મદદ); Cite has empty unknown parameter: |coauthors= (મદદ); |access-date= requires |url= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  7. Oberoi, Harjot (1994). The Construction of Religious Boundaries: Culture, Identity, and Diversity in the Sikh Tradition. The University of Chicago Press. ISBN 978-0-226-61593-6.

સંદર્ભો ફેરફાર કરો

  • પંડિત ચામુપતી, એમ.એ., ટેન કમાડમેન્ટ્સ ઓફ આર્ય સમાજ, નવી દિલ્હી, ડી.એ. વી. પબ્લિકેશન્સ(2001)
  • જે.ટી.એફ. જોર્ડન્સ, દયાનંદ સરસ્વતી , દિલ્હીઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ(1978).
  • લજપત રાય, ધ આર્ય સમાજઃ એન એકાઉન્ટ ઓફ ઇટ્સ એઇમ્સ, ડોક્ટરિન એન્ડ એક્ટિવિટીસ, વીથ એ બાયોગ્રાફિકલ સ્કેચ ઓફ ધ ફાઉન્ડર , ડી.વી.એ. કોલેજ મેનેજિંગ કમિટી, નવી દિલ્હી(1915), આઇએસબીએન 9788185047775.
  • લજપત રાય, એ હિસ્ટ્રી ઓફ ધ આર્ય સમાજ , નવી દિલ્હી(1993), આઇએસબીએન 812150578X
  • એમ. રૂથવેન, ફન્ડામેન્ટાલિઝમઃ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન , ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, યુએસએ(2007), આઇએસબીએન 978-0199212705.
  • જે. એમ. શર્મા, સ્વામી દયાનંદઃ એ બાયોગ્રાફી , યુએસબી પબ્લિશર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ લિમિટેડ, ઇન્ડિયા(1998), આઇએસબીએન 81-7476-212-4.
  • રાજેન્દ્ર સેટી, "રાષ્ટ્ર પિતામહ સ્વામી દયાનંદ સરસ્વતી" એમ આર સેટી એજ્યુકેશનલ ટ્રસ્ટ ચંડીગઢ દ્વારા પ્રકાશિત

વધુ વાંચન ફેરફાર કરો

  • ગંગા પ્રસાદ ઉપાધ્યાય દ્વારા લિખિત ધ ઓરિજિન, સ્કોપ એન્ડ મિશન ઓફ ધ આર્ય સમાજ. આર્ય સમાજ દ્વારા પ્રકાશિત, 1954.
  • વૈદ્યનાથ સાસ્ત્રી લિખિતઃ આર્ય સમાજ સર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા દ્વારા પ્રકાશિત, 1967.
  • ધનપતિ પાંડે દ્વારા લિખિત ધ આર્ય સમાજ એન્ડ ઇન્ડિયન નેશનલિઝમ, 1875-1920. એસ. ચંદ દ્વારા 1972માં પ્રકાશિત.
  • સરસ્વતી શાંતિપ્રિયા પંડિત દ્વારા લિખિત એ ક્રિટિકલ સ્ટડી ઓફ ધ કન્ટ્રીબ્યુશન ઓફ ધ આર્ય સમાજ ટુ ઇન્ડિયન એજ્યુકેશન. સર્વદેશિક આર્ય, પ્રતિનિધિ સભા દ્વારા 1975માં પ્રકાશિત.
  • નરદેવ વેદલાન્કર, મનોહર સોમેરા દ્વારા લિખિત આર્ય સમાજ એન્ડ ઇન્ડિયન્સ અબ્રોડ. સર્વદેશિક આર્ય, પ્રતિનિધિ સભા દ્વારા 1975માં પ્રકાશિત.
  • ડી. વાબલે દ્વારા લિખિત ધ આર્ય સમાજઃ હિંદુ વિધઆઉટ હિંદુઇઝમ. વિકાસ દ્વારા 1983માં પ્રકાશિત. આઇએસબીએન 0803959125.
  • સતિષ કુમાર શર્મા દ્વારા લિખિત સોસિયલ મુવમેન્ટ્સ એન્ડ સોસિયલ ચેન્જઃ એ સ્ટડી ઓફ આર્ય સમાજ એન્ડ અનટચેબલ્સ ઇન પંજાબ. બી. આર. પબ્લિશિંગ દ્વારા 1985માં પ્રકાશિત.
  • ક્રિપાલ ચંદ્ર યાદવ, ક્રિશન સિંઘ આર્ય દ્વારા લિખિત આર્ય સમાજ એન્ડ ધ ફ્રીડમ મુવમેન્ટઃ 1875-1918. મનોહર પબ્લિકેશન્સ, 1988. આઇએસબીએન 0803959125.
  • ગુલશન સ્વરૂપ સક્સેના દ્વારા લિખિત આર્ય સમાજ મુવમેન્ટ ઇન ઇન્ડિયા, 1875-1947. કોમનવેલ્થ પબ્લિશર્સ દ્વારા 1990માં પ્રકાશિત. આઇએસબીએન 0803959125.
  • રાજેન્દ્ર સેટી દ્વારા લિખિત રાષ્ટ્ર પિતામહ સ્વામી દયાનંદ સરસ્વતી , એમ આર એજ્યુકેશનલ ટ્રસ્ટ ચંડીગઢ દ્વારા પ્રકાશિત.

બાહ્ય કડીઓ ફેરફાર કરો