રસાયણ શાસ્ત્રમાં, આલ્કોહોલ એ હાઈડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ છે. આલ્કોહોલ સંયોજનોમાં ઑક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે એકાકી બંધથી જોડાયેલ હોય છે. આ ઑક્સિજન પરમાણુ તેની બીજી સંયોજકતા દ્વારા હાઈડ્રોજન સાથે જોડાઈને હાઈડ્રૉક્સિલ સમૂહ (-OH) બનાવે છે. આ હાઈડ્રૉક્સિલ સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય છે. આલ્કોહોલ કુદરતી રીતે છોડવાઓમાં મળી આવે છે તેમજ સંશ્લેષણ દ્વારા ઈથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી મેળવી શકાય છે.[૨]

હાઇડ્રોક્સિલ મોડેલ. અહીં ત્રણ R કાર્બન અથવા હાઇડ્રોજન હોઇ શકે છે.[૧]
OH બંધ સમૂહ

ઝેરી અસરો ફેરફાર કરો

 
ઇથેનોલની લાંબા ગાળાની અસર. વધુમાં ગર્ભવતી મહિલાઓમાં તે ઘાતક આલ્કોહોલ રોગ પેદા કરી શકે છે.

ઇથેનોલ એ તેના પાચક તત્વોને કારણે DNA પર સીધી અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "alcohols". IUPAC Gold Book. મેળવેલ 16 December 2013.
  2. વશી, આઇ. જી. (2014). "આલ્કોહૉલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦૪–૩૦૭. ISBN 978-93-83975-03-7.