આસો

હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ

આસો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો બારમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના તહેવારો આવે છે.

આસો મહિનામાં આવતા તહેવારો ફેરફાર કરો