ઈન્ડીગો

ભારતીય એરલાઇન કંપની છે

ઈન્ડીગો એક ભારતીય એરલાઇન કંપની છે. જેનું મુખ્યાલય ભારતના ગુડગાંવ પ્રદેશમાં સ્થિત છે. આ એક પ્રકારની સુગમ દર વાળી યાત્રી સેવા છે તથા ભારતની સૌથી વિશાળ વિમાની સેવા છે. જે એરલાઈનનો માર્કેટ શેર ફેબ્રુઆરી ૨૦૧૪ ના આંકડા અનુસાર ૩૦.૩% છે. ઈન્ડીગો કંપની ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહેલી સૌથી ઓછી દરની યાત્રી સેવા છે. પોતાની નવી ૭૮ એરબસ એ૩૨૦ એરક્રાફ્ટના કાફલા સાથે ૩૬ વિભિન્ન સ્થાનો માટે રોજની ૪૮૫ ફ્લાઈટોની સેવા આપી રહી છે.[૧]

IndiGo
IATA
ICAO
Callsign
Founded2006
Commenced operations15 August 2006
Hubs
  • Indira Gandhi International Airport (Delhi)
Secondary hubs
  • Chhatrapati Shivaji International Airport (Mumbai)
  • Kempegowda International Airport (Bengaluru)
Focus cities
  • Netaji Subhash Chandra Bose International Airport (Kolkata)
  • Chennai International Airport (Chennai)
  • Cochin International Airport (Kochi)
  • Rajiv Gandhi International Airport (Hyderabad)
  • Sardar Vallabhbhai Patel International Airport (Ahmedabad)
  • Lucknow International Airport (Lucknow)
Fleet size83
Destinations36
Parent companyInterGlobe Enterprises
HeadquartersGurgaon, Haryana, India
Key peopleRahul Bhatia (entrepreneur)
RevenueIncrease ૧૧૧.૧૭ billion (US$૧.૫ billion) (2014)
Net incomeIncrease ૩.૧૭ billion (US$૪૨ million) (2014)
Websitewww.goindigo.in

ઈતિહાસ ફેરફાર કરો

ઈન્ડીગોની શરૂઆત ઈ.સ. ૨૦૦૬ ની શરૂઆતમાં ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝના રાહુલ ભાટિયા તથા રાકેશ એસ. ગંગવાલ દ્વારા કરવામાં આવી હતી. જે કે અમેરિકામાં રેહતા ભારતીય છે. આ એરલાઇન્સનો ૫૧.૧૨% સ્ટાફ ઇન્ટરગ્લોબની પાસે છે ઉપરાંત ૪૮% સ્ટાફ ગંગવાલની વર્જિનિયા સ્થિત કંપની "કૈલમ ઇન્વેસ્ટમેન્ટ" ની પાસે છે. ફેબ્રુઆરી ૨૦૧૨ સુધી ઈન્ડીગો કંપની તીવ્ર ગતિ સાથે વિકાસ કરી રહી હતી અને સાથે સાથે કંપનીના લાભમાં પણ વૃદ્ધિ થઇ રહી હતી. ઈન્ડીગોએ કિંગફિશરને પ્રથમ સ્થાનેથી હટાવીને પોતાનું સ્થાન ટોચ પર કાયમ કર્યું છે, કિંગફિશર હવે બીજા ક્રમની સૌથી મોટી વિમાની સેવા છે.[૨]

લક્ષ્ય ફેરફાર કરો

ઈન્ડીગો એરલાઈન ભારત તથા અન્ય દેશોમાં પોતાના ૩૬ લક્ષ્યો માટે રોજની ૪૮૫ ઉડાનો સાથે પોતાની સેવા પ્રદાન કરતી રહે છે. પાંચ વર્ષના સંચાલન પછી જાન્યુઆરી ૨૦૧૧ માં ઈન્ડીગોને પોતાની ઉડાન વિદેશોમાં ભરવા માટેનું લાઇસન્સ મળી ગયું. ઈન્ડીગોની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની શરૂઆત ૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ દુબઈ થી દિલ્હી માટે કરવામાં આવી હતી. પછીના થોડાક જ સમયમાં આ આંતરરાષ્ટ્રીય સેવા બેંકોક, સિંગાપુર, મસ્કટ તથા કાઠમંડુ માટે નવી દિલ્હી અને મુંબઈથી શરૂ કરવામાં આવી ગઈ.[૩]

ઈન્ડીગો રેમ્પ ફેરફાર કરો

 
ઈન્ડીગો રેમ્પ.

આ વિમાની સેવાની સૌથી મોટી વિશિષ્ટતા આની રેમ્પ સેવા છે. અપંગ લોકોની સગવડને ધ્યાનમાં લઈને આમાં રેમ્પની સગવડને એવી રીતે બનાવવામાં આવી છે કે લોકો પોતાની વ્હીલ ચેર પર બેસીને જ વિમાનની અંદર આરામથી જઈ શકે છે.[૪]

કાફલો ફેરફાર કરો

 
ઈન્ડીગો A ૩૨૦
 
ઈન્ડીગો A ૩૨૦ આંતરિક

ઈન્ડીગોના કાફલામાં નીચે પ્રમાણે વિમાનોનો સમાવેશ થયેલો છે:

ઈન્ડીગો કાફલો

એરક્રાફટ સેવામાં આદેશ યાત્રી
(ઈકોનોમી)
જાણકારી
એરબસ ૩૨૦-૨૦૦ ૭૮ ૧૮૦ ૧૬ એરક્રાફ્ટ બહાર
એરબસ A ૩૨૦ નીઓ ૧૬૦ ૧૮૦ સેવાની શરૂઆત ૨૦૧૬ થી
એરબસ A ૩૨૧ નીઓ ૨૦ ૨૩૬ સેવાની શરૂઆત ૨૦૧૭ થી
કુલ ૭૮ ૧૮૬  

સેવાઓ ફેરફાર કરો

 
ઈન્ડીગો A ૩૨૦-૨૦૦ફ્લાઇટ ડેક
ઈન્ડીગો A ૩૨૦-૨૦૦ફ્લાઇટ આંતરિક

ઓછ દર વાળી સેવા હોવાને લીધે ઈન્ડીગોની કોઈ પણ વિમાની સેવામાં બિઝનેસ ક્લાસ તથા ફર્સ્ટ ક્લાસ વિભાગની સેવા ઉપલબ્ધ રાખવામાં આવી નથી. આ વિમાનમાં માત્ર સસ્તી સીટોની જ સેવાઓ ઉપલબ્ધ છે. પોતાના ભાડાને ઓછું કરવા માટે ઈન્ડીગો કોઈ પણ પ્રકારના વિનામૂલ્યે ભોજનની સગવડ ઉડાન દરમ્યાન પ્રદાન કરતી નથી. પરંતુ આમાં મુલ્ય ચૂકવીને ઘણાં પ્રકારનાં સાધન ખરીદવાની સગવડ ઉપલબ્ધ છે.[૫] ઈન્ડીગો પ્રીમિયમ સેવા પણ આપે છે, જેમાં કે વધારે પૈસા આપવા વાળા યાત્રીઓને અન્ય સેવાઓ પણ મળી શકે. જેમ કે, વિમાનની અંદર જ ભોજનની વ્યવસ્થા અને પેહલાથી જ રિઝર્વ સીટ.

પુરસ્કાર અને સિદ્ધિ ફેરફાર કરો

  • ઈન્ડીગોનું નીચે પ્રમાણે દર્શાવેલા પુરસ્કારો દ્વારા સમ્માન કરવામાં આવ્યું છે:
  • સર્વશ્રેષ્ઠ ઓછા દર વાળી સેવા, એરલાઇન પેસેન્જર એસોસીએશન ઓફ ઇન્ડિયા (૨૦૦૭) ની મારફતે.
  • સર્વશ્રેષ્ઠ ઓછા દર વાળી સેવા, ગેલેલિયો એક્સપ્રેસ ટ્રાવેલ અવોર્ડ (૨૦૦૮) ની મારફતે.
  • સર્વશ્રેષ્ઠ ઓછા દર વાળી સેવાને માટે, સી એન બી સી આવાજનો ટ્રાવેલ અવોર્ડ (૨૦૦૯) માં.
  • સર્વશ્રેષ્ઠ ઓછા દર વાળી સેવા પ્રદાન કરવા માટે, સ્કાઈટ્રક્સ અવોર્ડ (૨૦૧૦, ૧૧, ૧૨ તથા ૧૩) માં.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ઈન્ડીગો ફ્લાઈટ પાસ્ટ જેટ ટુ બીકમ લાર્જેસ્ટ એરલાઈન". બિઝનેસ સ્ટેનડર્ડ. ૧૮ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૪.
  2. "ઈન્ડીગો એરલાઈન્સ ટુ ફ્લાઈ સુન". બેનેટ, કોલોમેન એન્ડ કંપની લિમિટેડ. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨.
  3. "એવીરેમ્પ ઈઝ વન મેજર મેન્યુફેકચર ઓફ બોર્ડીંગ રેમ્પ્સ એકોમોડેટિંગ વ્હીલચેર્સ".
  4. "ઈન્ડીગો એરલાઈન્સ 3 ફ્લાઈટ બની કૃત્રિમ pips".
  5. "ઓન બોર્ડ ઈન્ડીગો એરલાઇન્સ". ક્લીયરટ્રીપ ડોટ કોમ.