એન્ડોરાનો રાષ્ટ્રધ્વજ

એન્ડોરાનો રાષ્ટ્રધ્વજ (કેટાલન ભાષા (Catalan): Bandera d'Andorra), બ્લુ, પીળો અને લાલ ત્રણ ઉભા પટ્ટાઓ અને મધ્ય પટ્ટામાં કુલચિહ્ન ધરાવે છે. વચલો પટ્ટો બાજુના બંન્ને પટ્ટા કરતાં ૧/૮ જેટલો વધુ પહોળો હોય છે.

એન્ડોરા
પ્રમાણમાપ૭:૧૦
અપનાવ્યોઓગસ્ટ ૨૭, ૧૯૭૧
રચનાબ્લુ, પીળો અને લાલ ત્રણ ઉભા પટ્ટાઓ અને મધ્ય પટ્ટામાં કુલચિહ્ન. વચલો પટ્ટો બાજુના બંન્ને પટ્ટા કરતાં ૧/૮ જેટલો વધુ પહોળો હોય છે.

ધ્વજ ભાવના ફેરફાર કરો

ધ્વજની ડિઝાઈન આ નાનકડા રાષ્ટ્રની સ્વતંત્રતાનું રક્ષણ કરનાર ફ્રાન્સ અને સ્પેનના ધ્વજ સાથે સંકળાયેલ છે. ધ્વજનાં ત્રણ પટ્ટા ફ્રેન્ચ ત્રીરંગા સમાન છે અને વચ્ચેનો પહોળો પટ્ટો સ્પેનિશ ઝંડાને દર્શાવે છે. એન્ડોરાન ધ્વજનો બ્લુ અને લાલ રંગ ફ્રેન્ચ ધ્વજમાં પણ મળે છે તથા લાલ અને પીળો સ્પેનિશ ધ્વજનાં મુખ્ય રંગ છે. વચલા પટ્ટામાં રહેલા કુલચિહ્નમાંનું સૂત્ર Virtus Unita Fortior નો અર્થ ’સંગઠીત શક્તિ બળવત્તર હોય છે’ એવો થાય છે.