કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે. આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો.[૧] અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો..

કથકલી કળાકાર શુકનવંતુ પચ્ચા (લીલા) પાત્ર.
A close-up of a Kathakali artist

ઇતિહાસ ફેરફાર કરો

મૂળ ફેરફાર કરો

કથકલીની શરુઆત પ્રાચીન કાળની રામનટ્ટમ અને કૃષ્ણનટ્ટમ નામના પરંપારિક નૃત્ય નાટિકામાંથી થઈ. આટ્ટમનો અર્થ છે પાત્ર ભજવવું. ટૂંકમાં, કથકલી એ બે પ્રધાન હિંદુ દેવ રામ અને કૃષ્ણના જીવનની કથાને નૃત્ય નાટિકામાં પ્રદર્શિત કરતી કળા છે.


મોટ્ટાકારઓ એ કૃષ્ણાટ્ટમનો પૂરક છે, જેના મૂળ કોળીકોડના ઝામોરી રાજા સુધી જાય છે.

કથકલી નૃત્ય વિકાસનો પ્રથમ ચરણ એવા રામનાટ્ટમને બાદ કરીએ, તો કથકલીનું પારણું એ વેટ્ટનાડ કહી શકાય.

અહીં વેટ્ટથુ થમ્પુરણ, મોટ્ટયાથુ થમ્પુરણ (આ કોટ્ટાયમ જે મલબાર માં છે.)અને અન્ય ઘણાં સમર્પિત કળાકારો જેવાકેચાથુ પનીકર એ આજના કહેવાતા કથકલીનો પાયો મૂક્યો. તેમના પ્રયત્નો મોટેભાગે ક્રિયાકાંડ,શાસ્ત્રીય ઝીણવટ અને પુરાણીક લેખમા લખેલ વિધિના અચૂક પ્રદર્શન પર કેંદ્રીત હતાં. કોટ્ટાયથુ થમ્પુરણે ચાર મહાન રચનાઓ કરી જે છે: કીર્મીરાવધમ્, બકવધમ્, નિવાથકવચ કલાકેયવધમ્ અને કલ્યાણૌગંધીકમ. આ પછી સૌથી કથકલીમાં મોટો બદલાવ માત્ર એક વ્યક્તિના પ્રયત્નો દ્વારા આવ્યોજેમનું નામ હતું કપાલિંગદ નારાયણ નામ્બુદ્રી(૧૭૩૯–૧૭૮૯). તેઓ ઉત્તરીય કેરળના હતાં, પણ વેટ્ટથુ કલારીમાં વિવિધ કળામાં પ્રાથમિક જ્ઞાન મેળવી તેઓ ત્રાવણકોર ચાલ્યાં ગયાં. રાજધાનીમાં અને અન્ય અનેક કેંદ્રોમાં તેમને એવા ઘણાં લોકો મળી આવ્યાં કે જેઓ આ કળામાં પરિવર્તન ઈચ્છતા હતાં.

કથકલી અને કૃષ્ણનટ્ટમ, કુડીઅટ્ટમ (કેરળમાં પ્રચલિત શાસ્ત્રીય સંસ્કૃત નૃત્ય કળા)અને અષ્ટાપદીઆટ્ટમ (૧૨મી સદીમામ્ પ્રચલિત ગીતગોવિંદ તરીકે ઓળખાતી સંગીત નાટીકા) વચ્ચે ઘણું સામ્ય છે. આ સિવાય કથકલી અન્ય પારંપારિક અને ધાર્મિક કળાઓ જેમકે મુડીયેટ્ટુ, થિયાટ્ટુ, થેય્યમ અને પડયાની સહિત અન્ય લોક નૃત્યો જેમકે પોરાટ્ટુનાઆટકમ નો પણ થોડો અંશ ધરાવે છે. આ સાથે સંરક્ષણ કળા (માર્શલ આર્ટ) કલરીપય્યાટ્ટુનો પણ કથકલીની શરીર ભંગીમા પર અસર પડી છે. મલયાલમ મિક્ષશ્રિત સંસ્કૃત અર્થાત મનીપ્રવલમમાં સાહિત્ય લખેલ હોવાથી સામાન્ય મલયાલી જન આને સમજી શકે છે.

અર્વાચીન વહેણ ફેરફાર કરો

કથકલીના આધુનિકીકરણ, ફેલાવવા અને પ્રચલિત બનાવવા માટે નવી દીલ્હી ખાતે ૧૯૮૦માં કથકલી આંતરાષ્ટ્રીય કેંદ્ર સ્થપાયું છે. આ કેન્દ્ર માત્ર પૌરાણીક કથા જ નહિ પણ અન્ય ઐતિહાસિક વિષયો, યુરોપીયન અને શેશપીયરના નાટકો પર પણ નવા નાટકોની રચના કરે છે. હાલમાં તેમણે શેકસપીયર ના ઓથેલો અને ગ્રીક રોમન પુરાણ કથા સાઈક એન્ડ ક્યુપીડ ની પણ રચના કરી.

અંગો ફેરફાર કરો

 
મોટા તેલના દીપક પાસે કથકલી નર્તક

કથકલી પાંચ કળાઓનું મિલન મનાય છે

  • ભાવ (નાટ્યમ, અહીં ચહેરાની ભાવ ભંગિમા દ્વારા અભિવ્યતિ પર જોર અપાય છે.)
  • નૃત્ય (નૃત્તમ્ તેમાં નૃત્ય સાથે શરીર , હાથ પગ આદિના હલન ચલન પર જોર અપાય છે)
  • મુદ્રા ( નૃત્યમ આમાં હાથની મુદ્રાઓ દ્વારા ક્રિયા વ્યક્ત કરાય છે )
  • ગાન/ મોઢેથી ગવાતું ગીત
  • સંગીત વાદ્યોનો પ્રયોગ વાદ્યમ

આ સીવાય ગીતના શબ્દો પણ એક અંગ છે જેને સાહિત્યમ્ કહે છે, તે ગીત સંગીતનો એક ભાગ છે કેમકે તેને નૃતમ , નૃત્યમ અને નાટ્યમનો સહાયક માત્ર મનાય છે.

કથકલી નાટિકા ફેરફાર કરો

 
કથકલી રંગમંચ.

પારંપારિક રીતે કથકલીની ૧૦૧ નૃત્ય નાટિકા હતી, પણ અત્યારે તેની ૧/૩ ભાગની કથાઓ જ પ્રદર્શિત થાય છે. તેમાની લગભગ દરેક નાટિકા આખી રાત લાંબી ચાલે તેટલી લાંબી હોતી હતી. આજ કાલના કાળમાં ટૂંકા સંસ્કરણ લોકપ્રિય છે આથી કોઈ નટિકા ત્રણ કે ચાર કલાક ચાલે છે. ઘણા રંગમંચ પ્રદર્શનમામ્ આખી કથા ન પ્રદર્શિત કરતાં વાર્તાનો અમુક ભાગ જ બતાવાય છે. કથકલી નૃત્ય ને પૂર્ણ રીતે માણવા તે વર્તાનીએ જાણકારી પહેલેથી મેળવી લેવાથી વધુ સારી રીતે સમજી શકાય છે.

સૌથી વધુ પ્રચલિત કથાઓ છે નળચરિત્રમ્ (નળ ચરિત્ર), દુર્યોધન વધમ્ (દુર્યોધનનો વધ),કલ્યાણસૌગંધીકામ (ભીમનુ પાંચાલી માટે ફૂલ લાવવા), કીચક વધમ્ (ભીમ અને દ્રૌપદીની એક કથા), કીરાતમ્ (અર્જુન અને શિવજીનું યુદ્ધ), કર્ણ શપ્થમ્ (મહાભારતનેએ કથા), નીળલકુતુ અને ભદ્રકાળી વિજયમ્. સિવાય અન્ય કથાઓ જેમકે કુચેલવૃત્તમ,સાન્તાગોપાલમ,બાલિવિજયમ્, દક્ષાયગમ્, રુગમીનીસ્વયમ્વરમ્, કાલકેયવધમ્, કીરમીરાવધ્અમ,, બકવધમ, પુતનામોક્ષમ, સુભદ્રાહરણમ્, બાલિવધમ્,રુકમાંગદ ચરિત્રમ્, વાવણોલ્ભવમ,નરકાસુરવધ્અમ્,ઉત્તરાસ્વયંવરમ્, હરિશચંદ્રચરિત્મ્, કચ-દેવ્યાની અને કામસ વધમ્.

આ કળાને વધુ પ્રચલિત બનાવવા હાલમાં અન્ય સંસ્કૃતિ અને પુરાણ કથામાંથી પણ વાર્તા લઈ તેના પર નૃત્ય ગોઠવાયા છે. જેમકે બાઈબલમાંથેએ મેરી મેડલીન, હોમરની ઈલિયાદ, વિલિયમ શેક્સપીયરની કિંગ લીયર અને જ્યુલિયસ સીઝર અને ગોથે ની ફોસ્ટ.

સંગીત ફેરફાર કરો

કથલકી ના નૃત્યના ગીતોમાં વપરાતી ભાષા મણિપ્રવલમ તરીકે ઓળખાય છે. આ નૃત્ય મોટે ભાગે સૂક્ષ્મ થી ભારે કર્ણાટક સંગીત પર કરાય છે, તે સિવાળ સરળ સંગીત પર પણ કથકલી કરાય છે જેને સોપાનમ કહે છે. આ શૈલિ મૂળના મંદિરમાં થતા નૃત્ય પરથી ઉતરી આવી છે.

પ્રદર્શન ફેરફાર કરો

 
પ્રદર્શન માટે ચેડા -ઢોલ વગાડતો કળાકાર

પારંપારિક રીતે કથકલી પ્રદર્શન આખી રાત ચાલે છે અને પરોઢે પૂર્ણ થાય છે. આજ કાલ તો ૩ કલાક કે તેથી પણ ટૂંકા પ્રદર્શન જોવા મળે છે. કથકલી પ્રાય: એક મોટા દીપ જેને કાલીવિલક્કુ કહે છે તેની સામે પ્રદર્શિત કરાય છે. (લાકી - નૃત્ય, વિલક્કુ - દીવો). જેના નારિયેલ તેલ વપરાય છે.પ્રાચીન કાળમાં રાજા ના મહેલો, મંદિરો કે જમીનદારો આદિ સામે જ્યારે આ નૃત્ય ચાલતું ત્યારે પ્રકાશનો એક માત્ર સ્ત્રોત આ દીવો જ હતો. આ નૃત્ય નાટિકા ગીત અને વાદ્ય સાથે શરૂ થાય છે. તાલ વાદ્યોમાં ચેન્ડા, માદલમ અને ક્યારેક એડકાનો સમાવેશ થાય છે. આ સાથે મુક્ય ગાયક (પોન્નાની) અને ઉપગાયકો (સીંગીડી) એક ચેન્ગીલા નામની ધાતુની ચક્તિ લાકડાની દાંડીની મદદથી વગાડે છે અને મંજીરા વગાડે છે. આ કલાના નાયક કે નર્તક ક્યારેય કોઈ પણ બોલતા નથી તેમને જે કહેવું હોય તે પોતાના નૃત્ય, હાથની મુદ્રાઓ અને ભાવ દ્વારા વ્યક્ત કરે છે (એક બે પાત્રને છોડીને)

અભિનય ફેરફાર કરો

કથકલી નર્તક કલરીપયાટ્ટુના (એક યુદ્ધ રમત) અભ્યાસ દ્વારા અત્યંત એકાગ્રતા, કૌશલ્ય અને શારિરીક ક્ષમતા કેળવે છે જે કથકલીના નૃત્ય માટે જરુરી છે. આ કેળવણી ૮-૧૦ વર્ષ ચાલે છે. કથકલીમાં વાર્તાને હાથની મુદ્રાઓ અને ચહેરાના ભાવ દ્વારા સજીવ કરાય છે. ચહેરાના ભાવ નાટ્યશાસ્ત્ર પરથી ઉતરી આવ્યા છે. આ સિવાય નર્તક આંકહની કીકીના હલન ચલનની ખાસ તાલિમ પણ લે છે.

મૂળ રીતે ૨૪ મુદ્રાઓ છે. જો બંને હાથે સમાન મુદ્રા કરાય તો તે સમાન મુદ્રા કહે છે. પણ બે હાથે બે જુદી મુદ્રા દર્શાવી ને મિશ્ર મુદ્રા રચાય છે. આ વાર્તા કહેવાની ઈશારાની ભાષા છે.

કથકલીના ભાવ મુખ્યત્વે નવરસ પર આધારિત છે. જે છે શૃંગારમ્, હાસ્યમ્, ભયાનકમ્, કરુણમ્, રૌદ્રમ્,વીરમ્,બીભસ્તમ્, અદભુતમ્, શાંતમ્,

 
નૃત્ય શૃંગાર કરતો નર્તક
 
કૃષ્ણના પાત્રમાં કથકલી કલાકાર
 
કથકલી માં સ્ત્રી પાત્ર

કથકલીની સૌથી વધુ રોચક વાત તેનો આકર્ષક શૃંગાર (કે મેક અપ) શાસ્ત્ર. શૃંગારને મોટે ભાગે પાંચ ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. પચ્ચા, કાથી, કરી, થાડી અને મીનુક્કુ. આ પ્રકારને એક બીજાથી જુદા પાડતી મુખ્ય વસ્તુ છે ચહેરા પર લગાવાતા રંગો. પચ્ચા (લીલો રંગ) આ રંગનો પ્રયોગ ઉમદા નર ચારિત્ર જેમના સાત્વિક અને રાજસી ગુણોનો મિશ્રણ હોય્ તેવા પાત્રોને દર્શાવવા માટે થાય છે. તમો ગુણ ધરાવતા રાજસી પાત્રો (દા.ત. રાવણ) ના પાત્રોને દર્શાવવા લીલા રંગ સાથે ચહેરા પર લાલ રંગ ના પટ્ટા દર્શાવાય છે. સંપૂર્ણ રીતે તામસિક પાત્રો (દા.ત. દાનવો)નો મેકપ લાલ રંગનો હોયછે અને તેમની દાઢી પણ લાલ હોય છે. તેમને ચુવના તાડી (લાલ દાઢી ) કહે છે. શિકારી કે કઠિયારા ની કક્ષાના અસંસ્કૃઅત તામસિક પાત્રો પ્રાય: કાળા રંગે દર્શાવાય છે તેમને કરી/કરુથા તાડી (કાળી દાઢી)કહે છે. સ્ત્રીઓ અને સાધુઓના પાત્રોને ચળકતા પીળા વર્ણના રંગાય છે. આ સિવાય પાંચ મુખ્ય પ્રકારના શંગાર સિવાય અન્ય સુધારિત આવૃત્તિ પણ હોય છે જેમકે વેલ્લા તાડી (સફેદ દાઢી) હનુમાનને દર્શાવવા માટે અને પળપ્પુ જેને શંકર ભગવાન અને બળભદ્રને દર્શાવવા માટે.

કથકલીના સંપ્રદાયો (શૈલિઓ) ફેરફાર કરો

સંપ્રદાય તરીકે ઓળખાઐ કથકલીની શૈલિઓ છે જેમાં આ નૃત્યમી નૃત્ય કૃતિ, મુદ્રાઓનું સ્થાન અને નૃત્ય કે વાર્તાને અપાતું મહત્ત્વ ને આધારેજુદી પડે છે. કથકલીના મુખ્ય ત્રણ શૈલિઓ છે:

  1. વેટ્ટાથુ સંપ્રદાયમ્
  2. કલ્લાડીકોડન સંપ્રદાયમ્
  3. કપાલિંગડુ સંપ્રદાયમ્

હાલના સમયમાં ઉત્તરીય અને દક્ષિણી એવા બે જ પ્રકાર રહી ગયા છે.

નૃત્ય અન્ય પ્રકારો અને ફાંટા ફેરફાર કરો

કેરેલા નાટનમ એ એક નૃત્ય છે જે કથકલી પરથી ઇતરી આવ્યો છે જેની રચના ગુરુ ગોપીનાથે ૨૦મી સદી માં કરી. ઘણી મલયાલમ ફીલ્મો માં પણ કથકલી નો પ્રયોગ કરાયો છે.

ભારતીય લેખીકા અરુમ્ધતી રોય ના પુસ્તક ધ ગોડ ઓફ સ્મોલ થેમ્ગ્સમાં કથકલી ઉપર એક આખો વરન છે. અને અનીતા નારની નવલકથઅ મીસ્ટ્રેસ્સ્ તો કથકલી પર જ ચાલે છે.

કેરળના કાસરગાડુ જીલામાં અને તટવર્તી કર્ણાટકમાં કથકલીનો એક અન્ય પ્રકાર પ્રચલિત છે જેને યક્ષગાન કહે છે. જોકે યક્ષગાન વેશભૂષા અને મેક અપમાં કથકલીને મળતો આવે છે પણ તે એક રીતે અલગ તરી આવે છે કે તેમાં ડાયલોગ પણ હોય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Zarrilli, P.B. (1984). The Kathakali complex: actor, performance & structure, Abhinav Publications

બાહ્ય કડીઓ ફેરફાર કરો

ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |