કિલ્લો એ લશ્કરી બાંધકામ અથવા મકાન, દિવાલ કે આડશ રૂપે ઊભું કરવામાં આવેલું આવરણ છે જે યુદ્ધમાં પ્રદેશોના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યું હોય છે અને તેનો ઉપયોગ રાજશાહીકાળમાં બાહરી લશ્કરી હુમલાઓથી રક્ષણ મેળવવા માટે કરવામાં આવતો હતો. કિલ્લાને દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં સમગ્ર શહેરની ફરતે પણ કિલ્લેબંધી કરવામાં આવતી હતી. તેના અવશેષો ઘણાં શહેરોમાં આજે પણ જોવા મળે છે.