કૈલાશપતિ મિશ્ર

રાજકારણી
(કૈલાશપતિ મિશ્રા થી અહીં વાળેલું)

કૈલાશપતિ મિશ્ર (૫ ઓક્ટોબર, ૧૯૨૩ – ૩ નવેમ્બર, ૨૦૧૨) ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા હતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા. રાજસ્થાનના રાજ્યપાલ નિર્મલચંદ્ર જૈનના અવસાન પછી ટૂંક સમય માટે તેઓએ રાજસ્થાનના કાર્યકારી રાજ્યપાલ તરીકે પણ પદભાર સંભાળેલો.[૧]

કૈલાશપતિ મિશ્ર
જન્મ૫ ઓક્ટોબર ૧૯૨૩ Edit this on Wikidata
મૃત્યુ૩ નવેમ્બર ૨૦૧૨ Edit this on Wikidata

કૈલાશપતિ મિશ્રનો જન્મ બિહારનાં બુક્સર નજીકના દુધારચક ગામે, ભુમિહાર બ્રાહ્મણ કુટુંબમાં થયેલો.[૨] તેઓ અપરણિત હતા. તેઓ બિહારના "ભિષ્મપિતામહ"નું બિરૂદ પામેલા હતા.[સંદર્ભ આપો] તેઓ ૧૯૪૪ પછીથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હતા અને મહાત્મા ગાંધીની હત્યા પછી જેલમાં પણ ગયેલા. તેમણે ૧૯૪૨નાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધેલો અને એ માટે જેલમાં પણ ગયેલા. તેઓ પટણાનાં બિક્રમ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને બિહાર સરકારમાં નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળેલી.[૩] ૧૯૭૭-૭૮માં જ્યારે બિહારમાં જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ તેઓને નાણામંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા.

૮૬ વર્ષની આયુએ, પટણા, બિહાર ખાતે તેઓનું અવસાન થયું.[૪][૫]

પુસ્તક લેખન-પ્રકાશન ફેરફાર કરો

  • ચેતના કે સ્વર - કાવ્ય સંગ્રહ
  • પથ કે સંસ્મરણ - આત્મકથા

સંદર્ભો ફેરફાર કરો

  1. "Raj Bhavan". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-17.
  2. Abhay Singh (2004-07-06). "BJP, Cong eye Bhumihars as Rabri drops ministers". The Times of India. મેળવેલ 2008-03-21.[હંમેશ માટે મૃત કડી]
  3. Kailashpati Mishra is new Gujarat governor, The Times of India, 2003-05-04 
  4. "Present Governor". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-17.
  5. "BJP Leader Kailashpati Mishra is no more; Narendra Modi to Visit Patna". Patnadaily.com. મૂળ માંથી 2012-11-09 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-03.
પુરોગામી ગુજરાતના રાજ્યપાલ
મે ૨૦૦૩ – જુલાઇ ૨૦૦૪
અનુગામી
ડૉ.બલરામ ઝાખડ
પુરોગામી
નિર્મલચંદ્ર જૈન
રાજસ્થાનના રાજ્યપાલ (કાર્યકારી)
સપ્ટેમ્બર ૨૦૦૩ – જાન્યુઆરી ૨૦૦૪
અનુગામી
મદનલાલ ખુરાના