ગુણાતીતાનંદ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાય ના મહાન સંત, અક્ષરબ્રહ્મ

ગુણાતીતાનંદ સ્વામીસ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા. તેઓ સ્વામિનારાયણ ભગવાન ના દ્વિતિય આઘ્યાત્મિક વારસદાર હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૭૮૫ ની ૧૭ ઓક્ટોબર (વિક્રમ સંવત ૧૮૪૧ ની આસો સુદ ૧૫ એટલે કે શરદ પૂર્ણિમા) નાં રોજ ભાદરા ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ મુળજી શર્મા હતું.

ગુણાતીતાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
અંગત
જન્મ
મૂળજી શર્મા

૧૭ ઓક્ટોમ્બર, ૧૭૮૫
ધર્મહિંદુ
ફિલસૂફીઅક્ષરપુરુષોત્તમ દર્શન
કારકિર્દી માહિતી
ગુરુ ભગવાન સ્વામિનારાયણ[૧] [૨]
અનુગામીપ્રાગજી ભક્ત
વેબસાઇટwww.baps.org
સન્માનોઅક્ષરબ્રહ્મ ગુરુ

એમને ડભાણ ખાતેના સ્વામીનારાયણ ઉત્સવમાં દીક્ષા આપવામાં આવી હતી. તેમને જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના મહંત તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું, જે જવાબદારી તેમણે ૪૦ વર્ષ ૪ માસ અને ૪ દિવસ સુધી સંભાળી હતી. તેઓ સ્વામીનારાયણના ૫૦૦ પરમહંસો પૈકીના એક હતા. તેમનો ઉપદેશ સ્વામીની વાતો ગ્રંથમાં સંપાદિત કરાયો છે. ભગતજી મહારાજ તેમના મુખ્ય શિષ્ય અને આધ્યાત્મિક વારસદાર હતા.

તેઓ ઈ.સ. ૧૮૬૭ની ૧૧ ઓક્ટોબર (વિક્રમ સંવત ૧૯૨૩, આસો સુદ ૧૩)ના રોજ ગોંડલ ખાતે અવસાન પામ્યા. તેમનો અગ્નિ સંસ્કાર જે સ્થળે થયો તે સ્થળ આજે અક્ષર દેરી તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થા નું ભવ્ય મંદિર છે.[૩] આ તીર્થ સ્થાન સ્વામીનારાયણ સંપ્રદાયની આસ્થા નું કેન્દ્ર છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. http://www.baps.org/Article/2011/Interviews-2294.aspx
  2. http://www.baps.org/About-BAPS/Mahant-Swami-Maharaj.aspx
  3. "Akshar Deri-History of Akshar Deri". www.swaminarayan.org. મેળવેલ 2023-05-11.