ગ્વાલિયર

મધ્ય પ્રદેશનું એક શહેર

ગ્વાલિયર (audio speaker iconઉચ્ચાર) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર જિલ્લામાં આવેલું શહેર છે. ગ્વાલિયરમાં ગ્વાલિયર જિલ્લાનું મુખ્યાલય છે.

ગ્વાલિયર દિલ્હીથી દક્ષિણે ૩૪૩ કિમી, આગ્રાથી ૧૨૦ કિમી અને રાજ્યના પાટનગર ભોપાલથી ૪૧૪ કિમીના અંતરે આવેલું છે. ગ્વાલિયર પર ઘણાં ઐતિહાસિક સામ્રાજ્યોનું શાસન રહ્યું હતું. ૧૦મી સદીમાં કચ્છપઘટ, ૧૩મી સદીમાં તોમાર અને પછી મુઘલ શાસન પછી ઇ.સ. ૧૭૫૪માં તે મરાઠા સામ્રાજ્ય હેઠળ અને ૧૮મી સદીમાં સિંધિયા શાસન હેઠળ આવ્યું.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. Lonely Planet. "History of Gwalior – Lonely Planet Travel Information". મૂળ સંગ્રહિત માંથી 6 July 2015 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2015.