ચંપાવત જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. ચંપાવત જિલ્લાનું મુખ્યાલય ચંપાવત ખાતે આવેલું છે.

ઉત્તરાખંડનો ઐતિહાસિક ચંપાવત જિલ્લો આકર્ષક મંદિરોં અને સુંદર વાસ્તુશિલ્પ માટે દુનિયા ભરમાં પ્રસિદ્ધ છે. પહાડો અને મેદાનોની વચ્ચે થઇને વહેતી નદીઓ અહીં અદભૂત કુદરતી દેખાવ ઉભો કરે છે. ચંપાવત જિલ્લમાં પર્યટકોને એવી દરેક વસ્તુઓ જોવા મળે છે, જે એક ગિરિમથક ખાતે હોય છે. વન્યજીવોથી માંડીને લીલાંછમ મેદાનો તેમ જ ટ્રેકીંગની સુવિધા બધું જ અહીં ઉપલબ્ધ છે. આ જિલ્લાનું મુખ્ય શહેર ચંપાવત સમુદ્ર તળથી ૧૬૧૫ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ચંપાવત ઘણાં વર્ષો સુધી કુમાઊના શાસકોની રાજધાની હતું. ચાંદ શાસકોના કિલ્લાઓના અવશેષો આજે પણ ચંપાવતમાં જોવા મળે છે.