ચૂલો એ એક પ્રકારનો ઉષ્માનો સ્ત્રોત છે, જેનો ઉપયોગ ભોજન રાંધવા માટે થાય છે. ચૂલા ઘણાં પ્રકારના હોય છે જેમકે માટીનો ચૂલો, કોલસાની સગડી, હવાના દબાણ વાળો પ્રાયમસ, દિવેટ વાળો પ્રાયમસ, લાકડાના વહેર વડે ચાલતી સગડી, ગેસનો ચૂલો, સૂક્ષ્મ તરંગ (માઈક્રોવેવ), સૌર ચૂલો વગેરે. અને આમાં વપરાતી ઉર્જા પણ વિભિન્ન હોય છે, જેમકે લાકડાં, લાકડાંનો વહેર, છાણ અને કોલસા, કેરોસીન, દ્રવિત પેટ્રોલિયમ ગેસ, સૌર ઉર્જા અને વિજળી વગેરે.

પહેલાંના સમયમાં માત્ર ત્રણ પથ્થરો મૂકી તેના પર રાંધવા માટેનું વાસણ ગોઠવવામાં આવતું હતું અને પથ્થરોની વચ્ચે લાકડાં સળગાવીને રસોઇ કરવામાં આવતી હતી. ત્યારબાદ સમયાંતરે એમાં આધુનિક વિજ્ઞાન આધારીત ફેરફારો થતા રહ્યા છે.

ચૂલો

સંદર્ભ ફેરફાર કરો