ચેમ્પ્સ-એલીસીસ (French pronunciation: [ʃɑ̃zeliˈze] (audio speaker iconlisten)) ફ્રાન્સ દેશના પાટનગર પેરિસ શહેરનો એક વિશાળ માર્ગ છે, જે ખુબ જ પ્રખ્યાત છે. આ માર્ગની બંને બાજુ વૃક્ષોની હારમાળા આવેલી હોવાને કારણે એને ચેમ્પ્સ-એલીસીસ એવન્યૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માર્ગ પર પેરિસનાં જાણીતાં સિનેમાઘરો, ઉપહારગૃહો, બાર તેમ જ બુટિકો આવેલાં છે. આ માર્ગ આર્ક ડે ટ્રિઓમ્ફે અને દે લા કોન્કરોડ તરીકે ઓળખાતા પેરિસ શહેરના બે જુદા જુદા વિસ્તારોને જોડે છે.

ચેમ્પ્સ-એલીસીસ પેરિસનો એક વિશાળ માર્ગ

આ માર્ગ ૧૯૧૦ મીટર લંબાઇ અને ૭૦ મીટર પહોળાઇ ધરાવે છે.

અહીંની જગ્યાનું ભાડું ઘણા ઊંચા દર ધરાવે છે, જે દુનિયાભરમાં મહત્તમ ભાડાંના દર ધરાવતા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર ગણાય છે. અહીં પ્રતિ ૯૨.૯ ચોરસ મીટર દીઠ ૧.૫ લાખ યુએસ ડોલર જેટલા ઊંચા દરથી ભાડું વસુલવામાં આવે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. Elaine Sciolino, "Megastores March Up Avenue, and Paris Takes to Barricades", New York Times, 21 January 2007.

બાહ્ય કડીઓ ફેરફાર કરો