ચૌરી ચૌરા કાંડ

અસહકારનું આંદોલન બંધ થવાનું મુખ્ય કારણ

ચૌરી ચૌરા કાંડ ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગોરખપુર શહેર નજીક આવેલ ચૌરી ચૌરા નગરમાં થયેલી ઘટના છે.

ચૌરી ચૌરા ખાતે શહીદ સ્મારક

ફેબ્રુઆરી ૪, ૧૯૨૨ના દિવસે ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગ લગાડી હતી, જેના કારણે ત્યાં છુપાયેલા ૨૨ પોલીસ કર્મચારીઓ જીવતા બળીને મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના પરિણામે ગાંધીજીએ કહ્યું હતું કે, "આ હિંસા કરી હોવાને કારણે અસહકાર ચળવળની જરૂરીયાત લાગતી નથી" અને તેમણે ચળવળને પાછી ખેંચી લીધી હતી.[૧] ચૌરી ચૌરા કાંડના આરોપીઓનો મુકદ્દમો પંડિત મદન મોહન માલવીયા લડ્યા હતા અને તેમને બચાવી લેવા એ તેમની એક મોટી સફળતા હતી.[૨]

પરિણામો ફેરફાર કરો

આ ઘટના બાદ તરત જ ગાંધીજીએ અસહકાર આંદોલન સમાપ્ત કરવા માટે જાહેરાત કરી હતી. ઘણાં લોકોને ગાંધીજીનો આ નિર્ણય યોગ્ય લાગ્યો ન હતો. ખાસ કરીને ક્રાંતિકારીઓ દ્વારા તેનો સીધી કે આડકતરી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગયા કોંગ્રેસમાં રામ પ્રસાદ બિસ્મિલ અને તેમના સાથીદારોએ ગાંધીજીનો વિરોધ કર્યો. ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ખન્નાજીએ અને તેમના સાથીદારોએ બિસ્મિલ સાથે ખભાથી ખભો મિલાવી ગાંધીજીનો એવો વિરોધ કર્યો કે કોંગ્રેસમાં ફરીથી બે વિચારધારાઓ બની ગઈ - એક મધ્યમ અથવા ઉદારવાદી અને બીજી બળવાખોર અથવા વિદ્રોહી. ગાંધીજી વિદ્રોહી-બળવાખોર વિચારધારાના યુવકોને કોંગ્રેસની સામાન્ય સભાઓમાં વિરોધ કરવાને કારણે હંમેશા હુલ્લડબાજ કહેતા હતા.

મુકદ્દમો ફેરફાર કરો

આ ઘટના પછી ૨૨૮ લોકો પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો.[૩] તેમાંથી ૬ લોકો પોલીસ કારાગારમાં મૃત્યુ પામ્યા હતા અને બાકીના ૧૭૨ લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી અને આ મુકદ્દમો ૮ મહિના ચાલ્યો હતો.[૩]

આ સજાનો ભારે વિરોધ થયા બાદ ૨૦ એપ્રિલ ૧૯૨૩ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદામાં ફેરફાર કરીને ૧૯ લોકોને ફાંસી અને ૧૧૦ લોકોને આજીવન કેદ તેમજ બાકીના લોકોને લાંબી કેદની સજા આપી હતી.[૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. Rajshekhar Vyas. Meri Kahani Bhagat Singh: Indian Freedom Fighter. Neelkanth Prakashan. પૃષ્ઠ ૩૩–. GGKEY:JE4WZ574KU2.[હંમેશ માટે મૃત કડી]
  2. Manju 'Mann'. Mahamana Pt Madan Mohan Malviya. પૃષ્ઠ ૧૨૪–. ISBN 978-93-5186-013-6.
  3. "The Chauri Chaura Case," Vanguard, vol. 2, no. 8 (1 June 1923). Reprinted in G. Adhikari (ed.), Documents of the History of the Communist Party of India: Volume 2, 1923–1925. New Delhi: People's Publishing House, 1974; pp. 68–69.

બાહ્ય કડીઓ ફેરફાર કરો