છદ્મવિજ્ઞાન કે સ્યુડોસાયન્સમાં એવા નિવેદનો, માન્યતાઓ અથવા પદ્ધતિઓનો સમાવેશ થાય છે જે વૈજ્ઞાનિક હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે ખરેખર અવૈજ્ઞાનિક હોય છે.[૩] શબ્દ છદ્મવિજ્ઞાન ને ઘણી વાર વધારે પડતા અતિશ્યોક્તિવાળા નિવેદનો, એવા નિવેદનો કે જેમાં વિષયના નિષ્ણાતો દ્વારા ચકાસવાની શક્યતા ના હોય અથવા ચકાસવા ન દેવામાં આવે, અને એવા સંશોધનો કે જે વ્યવસ્થિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે ના થતાં હોય તેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. છદ્મવિજ્ઞાન શબ્દને ઘણી વાર નિંદાત્મક કહેવાય છે. ઘણી વાર છદ્મવિજ્ઞાનને માનનારાઓ આ વર્ગીકરણનો વિરોધ કરે છે.

વિજ્ઞાન અને છદ્મવિજ્ઞાનને તત્વજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છૂટું પાડી શકાય છે. છદ્મવિજ્ઞાનને વિજ્ઞાનથી અલગ પાડવું એ પ્રાયોગિક રીતે સ્વાસ્થ્ય સુવિધાઓ, નિષ્ણાતની તપાસ, પર્યાવરણીય નીતિઓ અને વૈજ્ઞાનિક ભણતરમાં મદદરૂપ છે. વૈજ્ઞાનિક તથ્યો અને સિધ્ધાંતિક માન્યતાઓથી છદ્મવિજ્ઞાનને અલગ પાડવું, જેમ કે જ્યોતિષવિદ્યા, રસાયણશાસ્ત્ર, વૈકલ્પિક દવા, ગુપ્ત માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ અને સર્જનવિજ્ઞાનનું અલગ પાડવું એ વૈજ્ઞાનિક શિક્ષણ અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો જ ભાગ છે.[૪]

છદ્મવિજ્ઞાન હાનિકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, છદ્મવૈજ્ઞાનિક રીતે રસીકરણનો વિરોધ અને હોમિયોપેથીકને પ્રોત્સાહન લોકોને તબીબી સારવાર લેતા અટકાવે છે.[૫]

ભારતમાં છદ્મવિજ્ઞાન ફેરફાર કરો

ભારતમાં પણ ઘણી વાર સાધુસંતો, ગુરુઓ અને હિંદુરાષ્ટ્રવાદીઓ દ્વારા છદ્મવિજ્ઞાન ફેલાવવામાં આવે છે.[૬][૭] ભારતમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસમાં અમુક પેપરો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પ્રાચીન ભારતમાં વિમાનો ઉડતા હોવાનો દાવો કરાયો હતો, આઈન્સ્ટાઈનના સૂત્રને અને ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થેયોરીને ખોટી પડાઈ હતી.[૮] સાથે જ પૂરતા વૈજ્ઞાનિક તથ્યો ન અપાતા તેની વ્યાપક પ્રમાણમાં ટીકા પણ થઈ હતી અને તેના વિરોધમાં વૈજ્ઞાનિકો દ્વારા દેખાવો કરાયા હતા.[૯][૧૦][૧૧]

નિત્યાનંદ દ્વારા ત્રીજી આંખ ખોલવાના, ૪૦ મિનિટ સૂર્ય મોડો ઉગાડવાનાં અને ગાયને સંસ્કૃત ભાષા બોલતી કરવાના દાવા થાય છે.[૧૨][૧૩] જગ્ગી વાસુદેવ દ્વારા તણાવ દૂર કરવાના અને વિજ્ઞાન દ્વારા તેના દાવાઓની પુષ્ટિ કરવાના દાવાઓ પણ છદ્મવિજ્ઞાન તરીકે પુરવાર કરાયા છે.[૧૪][૧૫][૧૬] સત્ય સાંઈ બાબા દ્વારા પણ હવામાંથી ભસ્મ બનાવવાના અને ભૌતિકીકરણ કરવાના દાવાઓ કરવામાં આવ્યા છે.[૧૭] તર્કવાદીઓ દ્વારા આ દાવાની વારંવાર ટીકા કરવામાં આવે છે અને તેને સાબિત કરવા માટે પડકાર પણ ફેંકવામાં આવે છે.[૧૮]

સંદર્ભો ફેરફાર કરો

  1. Hansson, Sven Ove (2008), "Science and Pseudoscience", Stanford Encyclopedia of Philosophy, Section 2: The "science" of pseudoscience, http://plato.stanford.edu/entries/pseudo-science 
  2. Shermer (1997)
  3. Definition:
    • "A pretended or spurious science; a collection of related beliefs about the world mistakenly regarded as being based on scientific method or as having the status that scientific truths now have". Oxford English Dictionary, second edition 1989.
    • "Many writers on pseudoscience have emphasized that pseudoscience is non-science posing as science. The foremost modern classic on the subject (Gardner 1957) bears the title Fads and Fallacies in the Name of Science. According to Brian Baigrie (1988, 438), '[w]hat is objectionable about these beliefs is that they masquerade as genuinely scientific ones.' These and many other authors assume that to be pseudoscientific, an activity or a teaching has to satisfy the following two criteria (Hansson 1996): (1) it is not scientific, and (2) its major proponents try to create the impression that it is scientific."[૧]
    • '"claims presented so that they appear [to be] scientific even though they lack supporting evidence and plausibility"(p. 33). In contrast, science is "a set of methods designed to describe and interpret observed and inferred phenomena, past or present, and aimed at building a testable body of knowledge open to rejection or confirmation"(p. 17)'[૨] (this was the definition adopted by the National Science Foundation)
  4. Hurd PD (June 1998). "Scientific literacy: New minds for a changing world". Science Education. 82 (3): 407–416. doi:10.1002/(SICI)1098-237X(199806)82:3<407::AID-SCE6>3.0.CO;2-G.(લવાજમ જરૂરી)
  5. Vyse, Stuart. "What Should Become of a Monument to Pseudoscience?". Skeptical Inquirer. Center for Inquiry. મેળવેલ 1 December 2019. CS1 maint: discouraged parameter (link)
  6. Kumar, Sanjay (2019-02-15). "In India, Hindu pride boosts pseudoscience". Science (અંગ્રેજીમાં). 363 (6428): 679–680. doi:10.1126/science.363.6428.679. ISSN 0036-8075. PMID 30765545.
  7. KumarFeb. 13, Sanjay; 2019; Am, 10:55 (2019-02-13). "Hindu nationalists claim that ancient Indians had airplanes, stem cell technology, and the internet". Science | AAAS (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.CS1 maint: numeric names: authors list (link)
  8. writer, Rama Lakshmi closeRama LakshmiBioBioFollowFollowStaff. "Indians invented planes 7,000 years ago — and other startling claims at the Science Congress". Washington Post (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.
  9. Singh, I. P.; Jan 6, Siddhartha Sarma | TNN | Updated:; 2019; Ist, 3:43. "Narendra Modi waves: 'Ravana's airports', 'Modi waves' leave science congress stunned | India News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  10. DelhiJanuary 5, IndiaToday in New; January 5, 2015UPDATED:; Ist, 2015 14:26. "Don't miss: 5 howlers from the Indian Science Congress". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  11. Dadawala, Vikrant DadawalaVikrant; Dec 31, Mumbai Mirror | Updated:; 2014; Ist, 08:40. "Pseudo-science must not figure in Indian Science Congress". Mumbai Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  12. Vembu, Venky. "Pseudo-science LOL: from Nithyananda to Sokal Squared". @businessline (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.
  13. Raghunath, R. (2019-11-22). "All you want to know about Nithyananda". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-12-04.
  14. Shaikh, Dr Sumaiya (2018-08-19). "Depression: The myths & falseness of Sadhguru's quotes". Alt News (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.
  15. "Should Sadhguru be Hosted by India's Top Colleges?". The Quint (અંગ્રેજીમાં). 2018-09-17. મેળવેલ 2019-12-04.
  16. "ન્યુઝ મિનિટ". www.thenewsminute.com. મેળવેલ 2019-12-04.
  17. Apr 25, Sushil Rao | TNN | Updated:; 2011; Ist, 3:11. "His harshest critics died with a wish unfulfilled | India News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  18. Grewal, Kairvy (2019-10-04). "Basava Premanand, the godman buster who challenged Sathya Sai Baba of Puttaparthi". ThePrint (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-04.